<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

રાજ્યમાં ઠંડીમાં ઝડપી વધારો: નલિયા અને અમદાવાદમાં નોંધાયું સૌથી ઓછું તાપમાન

અમદાવાદમાં એક જ દિવસમાં ઠંડીનો પારો 4.1 ડિગ્રી ગગડતાં ઠંડી વધી:રાજ્યના 11 શહેરમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું

અમદાવાદ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ નીકળી જતાં રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના ઠંડા પવનો શરૂ થયાં છે. જેની અસરથી અમદાવાદમાં એક જ દિવસમાં ઠંડીનો પારો 4.1 ડિગ્રી ગગડતાં ઠંડી વધી છે. આ ઉપરાંત 11 શહેરમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું છે. મહત્ત્વનું છે કે, રાજ્યમાં શરૂ થયેલાં ઠંડા પવનની અસરથી શનિવારે મોટાભાગના શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો

અમદાવાદમાં 13.8 ડિગ્રી તાપમાન,નલિયામાં 13.2 ડિગ્રી તાપમાન,ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન,ડીસામાં 13.9 ડિગ્રી તાપમાન,કેશોદમાં 14.6 ડિગ્રી તાપમાન,રાજકોટમાં 15.2 ડિગ્રી તાપમાન,કંડલામાં 15.3 ડિગ્રી તાપમાન,મહુવામાં 15.5 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 15.8 ડિગ્રી તાપમાન અને ભાવનગરમાં 16.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું

(12:47 PM IST)