તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Sunday, 8th December 2024
સુરતમાં ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા:4 નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યા
સુરત મહાનગરમાં બે દિવસની સેન્સ પ્રક્રિયામાં કાર્યકર્તાએ પાર્ટીના ક્રાઇટેરિયામાં આવતા હોય અને ઉમેદવારી કરવાની ઇચ્છા હોય તેમણે ફોર્મ ભર્યા

સુરત શહેરમાં ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. બે દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલશે જેમાં 4 નિરીક્ષકો દ્વારા ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે.
સુરત શહેરમાં ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે 4 નિરીક્ષકોની ટિમ દ્વારા ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. બે દિવસથી આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉમેદવારોને ફોર્મ આપવામાં આવે છે અને તે ફોર્મ ઉમેદવારો ભરીને જમા કરાવી રહ્યા છે. 7 અને 8 ડિસેમ્બર દરમ્યાન આ સેન્સ પ્રક્રિયા ચાલશે.
નિરિક્ષકોએ જણાવ્યું હતું કે આજે ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ ઉજવી રહી છે. સંગઠન પર્વની રચના અંગે દરેક વોર્ડમાં પ્રદેશમાં સાત અને આઠ ડિસેમ્બરે જે પણ કાર્યકર્તા કે વોર્ડ કે મંડળમાં પ્રમુખ પદ માટે ઉમેદવારી કરવી હોય એની પ્રક્રિયાના ભાગરૂપે અમે એક ફોર્મ આપીએ છીએ અને તેઓ એ ફોર્મ ભરીને અમને આપી જાય છે.
સુરત મહાનગરમાં બે દિવસની પ્રક્રિયામાં જે પણ કાર્યકર્તાએ પાર્ટીના ક્રાઇટેરિયામાં આવતા હોય અને જેમને વોર્ડના પ્રમુખ પદ માટેની ઉમેદવારી કરવાની ઇચ્છા હોય એ મિત્રો અહીં આપી જાય છે અને પોતાની વિગતો ભરીને અમારા ધ્યાને મુકે છે. 40 થી 45 વય સુધીના લોકો અને મહિલાઓને પણ તક આપવામાં આવી રહી છે.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
