<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી સાથે અથડાતા ચાર વર્ષના માસુમ બાળકનું મોત

કચરાની ગાડી રિવર્સ લેતા બાળક કચરાની ગાડી સાથે ભટકાયો હતો

વડોદરા શહેરમાં ડોર ટુ ડોર કચરાની ગાડી સાથે ગંભાર અકસ્માત સર્જાતા ૪ વર્ષના એક કિશોરનું મોત નિપજ્યું હતું. છાણી વિસ્તારમાં આવેલી અભય નગર સોસાયટીમાં બાળક રમતો હતો તે દરમિયાન કચરાની ગાડી રિવર્સ લેતા બાળક કચરાની ગાડી સાથે ભટકાયો હતો. તાત્કાલીક બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા કિશોરનું મોત નીપજ્યું હતું. વડોદરા શહેરમાં અનેક લોકોના જીવ ડોર ટુ ડોર કચરાની ગાડી ને લીધે ગયા છે.

(5:35 PM IST)