<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ગુજરાતમાં નકલી દૂધ, ઘી, ડોક્ટર અને દવાઓનો ધીકતો ધંધો

સરકારી હોસ્પિટલમાં સપ્લાય થતી દવાઓ પણ નકલી : સુરત.ભિવંડી.થાણે.અને કોલ્હાપુરમાં કાર્યવાહી

વડોદરા: સમગ્ર ગુજરાતમાં આજે ઠેર ઠેર ડુપ્લીકેટ દૂધ, ઘી, ડોક્ટરો અને દવાઓનો ધીકતો ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. આવા કામો કરનારને તંત્ર-કાયદાનો બિલકુલ ડર રહ્યો નથી. તેનાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી રહી છે.

હાલમાં સાબરકાંઠા જિલ્લાના ચડોતરમાં આવેલી ઉત્પાદક પેઢી જલારામ એન્ટરપ્રાઇઝ જેના ફૂડ બિઝનેસ ઓપરેટર પ્રકાશભાઈ અમૃતભાઈ ગુર્જર લાઇસન્સ વગર ઘી (અમુલ બ્રાન્ડનું ડુપ્લીકેટ) નું ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરી રહ્યા હતા. તેની જાણ વહીવટી તંત્રને થઈ નથી.! પરંતુ લોકોએ તા.૪ ડિસેમ્બર-૨૦૨૪ ના રોજ આપેલી માહિતી આધારે રેડ પાડવામાં આવી હતી.! આ પેઢી સામે અગાઉ પણ પાલનપુર ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી. તેમા કોર્ટે રૂ.૧.૨૫ લાખનો દંડ ફટકાર્યો હતો. આ વખતની રેડ દરમિયાન આશરે ૮૯ કિલો અમૂલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી તથા ૫૩ કિલો જેટલો વેજીટેબલ ફેટનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  ગુજરાતમાં નાગરિકોની જિંદગી સાથે છેડછાડ કરવા વાળા મુન્નાભાઈ ડોક્ટરો (બોગસ ડોક્ટરના સર્ટીફીકેટ વાળા) ઠેરઠેર દવાખાના ખોલી છવાઈ ગયા છે. હાલમાં સુરત પોલીસે આવા ૧૪ બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે.

  નકલી દવાઓનો કારોબાર કરનારાઓની હિંમત તો જુઓ, નકલી દવાઓ બજારમાં મેડિકલ સ્ટોર વ્દારા લોકો સુધી પહોંચે એ શક્ય છે, પરંતુ આ લોકોએ સરકારી હોસ્પિટલોને પણ નકલી દવાઓ પુરી પાડી છે.! આ પાપનો ઘડો મહારાષ્ટ્રના અંબેજોગાઈ ખાતે આવેલ સ્વામી રામનંદ તીર્થ સરકારી હોસ્પિટલથી ખુલ્યું છે. અહીં ફેફસાની બીમારી, ગળાની બીમારી, યૂરીનરી ટ્રેક્ટ, હાડકા અને સાધાઓના ઇન્ફેક્શન વાળા દર્દીઓને ઓક્સીજીમ-૫૦૦ નામની દવા આપવામાં આવતી હતી, તેનાથી દર્દીઓ સારા થવાને બદલે વધારે બીમાર થયા હોવાની ફરિયાદો ઉઠતા, ફૂડ એન્ડ ડ્ગ્સ વિભાગે આ દવાના સેમ્પલ ટેસ્ટ કરવાને માટે મુંબઈની લેબોરેટરીમાં મોકલતા, રિપોર્ટમાં દવાઓ નકલી હોવાનું જાહેર થતાં. હોસ્પિટલના વહીવટી તંત્રે અંબેજોગાઈ સીટી પોલીસ સ્ટેશનને આ દવા ગુજરાતના સુરત, મહારાષ્ટ્રના ભીવંડી, થાણે અને કોલ્હાપુરની કંપનીઓએ દવા સપ્લાય કરી હોવાની જાણ કરતા, પોલીસે આ ૪ શહેરોની કંપનીઓ સંચાલકો વિરુદ્ધ કાયદાની કલમ 318 336 340 અને 278 હેઠળ એફઆઇઆર નં-૫૨૨/૨૪દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

(11:12 PM IST)