<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ગાડી નહી લઈ જવા દઈએ, તમને જીવનની પડી હોય તો આ ટ્રકને જવા દો એમ કહી...

નર્મદા ભુસ્તરશાસ્ત્રી કચેરીના મહિલા રોયલ્ટી ઇન્સ્પેકટરને ધમકી આપતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા )  નર્મદા : નર્મદા ભુસ્તરશાસ્ત્રી કચેરીના મહિલા રોયલ્ટી ઇન્સ્પેકટર ગેરકાયદેસર રેતી ભરેલી ટ્રક વિરૂદ્ધ કાર્યવાહી કરવા જઈ રહ્યા હતા એ દરમિયાન એમને ધમકી આપનાર વિરૂદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

નર્મદા ભુસ્તરશાસ્ત્રી કચેરીના મહિલા રોયલ્ટી ઇન્સ્પેકટર અની માંકડ ગેરકાયદેસર રીતે સાદી રતી ભરેલ ટ્રક નં. GJ.19.X.6846 ની કાયદેસરની કાર્યવાહી કરવા માટે લઈ જતા હતા.તે દરમ્યાન ઝહીર પઠાણ ઉર્ફે ભંગારી તથા તેની સાથેના કાલુભાઈએ ફરજમાં રૂકાવટ કરી અધવચ્ચે રસ્તામાં અવરોધ કરી અપશબ્દો બોલ્યા હતા.સાથે સાથે મહિલા અધિકારીને આ ગાડી કેમ થઈ જાઓ છો, નહી લઈ જવા દઈએ, તમારે છોડી દેવીજ પડશે.તમારૂ જીવવું અઘરૂ થઈ જશે અને તમને જીવનની પડી હોય તો આ ટ્રકને જવા દો એમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.સાથે કાયદેસરની કાર્યવાહી કરવા માટે લઈ જઈ રહેલી ટ્રક નં. GJ.19.X. 6846 જેની આશરે કિ.રૂ. ૧૫,૦૦, ૦૦૦- તથા તેમા ભરેલ સાદી રેતીની આશરે કિ.રૂ.૭૦૦૦ ની ઝહિર પઠાણ પોતાની સાથે આવેલ ડ્રાઇવરથી ચલાવી બળજબરીથી લઈ ગયા હતા.આ બાબતે રોયલ્ટી ઈન્સ્પેકટર નિશીય ચન્દ્રકિશોર માંકડે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(11:26 PM IST)