<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ધારાસભ્ય ડૉ.દર્શનાબેનની અધ્યક્ષતામાં રાજપીપળા માં બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરાયું

ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા ખાતે તારીખ ૦૬/૧૧/૨૦૨૪ તથા તારીખ ૦૭/૧૧/૨૦૨૪ ના રોજ સરદાર ટાઉનહોલ ખાતે બે દિવસીય રવિ કુષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં તાલુકા વહીવટી તંત્ર, ખેતીવાડી શાખા, બાગાયત દ્વારા કુષિ પરી સંવાદ, કુષિ પ્રદર્શન, પશુ આરોગ્ય મેળો, પ્રાકૃતિક કુષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો. દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય નાંદોદ તથા  જશભાઈ રાઠવા. સાંસદ છોટાઉદેપુર લોકસભા, જીલ્લા વિકાસ અધિકારી, ખેતીવાડી અધિકારીશ્રી હાજર રહ્યા હતા. વિવિધ યોજનાઓ વિશે ખેડૂત ને માહીતગાર કરવામાં આવ્યા અને ગુજરાત સરકાર ની ખેડૂત લક્ષી યોજના હેઠળ લાભ મેળવવા માટે આહવાન કર્યું.

(11:35 PM IST)