તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ઇન્ટર ડેરી એવોર્ડ-ર૦ર૪માં માહી ડેરીને ‘‘એડોપ્શન ઓફ બેસ્ટ પેકેજીંગ'' એવોર્ડ
ગીર અમૃત ઘી ની ઉત્કૃષ્ટ પેકેજીંગ ડીઝાઇન માટે પ્રતિષ્ઠીત એવોર્ડ એનાયત : યશકલગીમાં વધુ એક પિચ્છ ઉમેરાયું

રાજકોટઃ ઇન્ડીયન ડેરી એસોશિએશન દ્વારા બોમ્બે એકઝીબીશન સેન્ટર ખાતે આયોજીત ઇન્ટર ડેરી એવોર્ડસ-ર૦ર૪ માં માહી મિલ્ક પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશનને પ્રતિષ્ઠિત ‘‘એડોપ્શન ઓફ બેસ્ટ પેકેજીંગ એગોર્ડ'' એનાયત કરવામાં આવતા દુધ ઉત્પાદકોની સંસ્થા માહીની યશકલગીમાં વધુ એક પિચ્છ ઉમેરાયું છે. આ એવોર્ડની જાહેરાત થતા જ સંસ્થાના એક લાખથી વધુ સભાસદોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ છે. આ એવોર્ડ માહી સંસ્થા વતી ચીફ એકઝીકયુટીવ ડો.સંજય ગોવાણીએ સ્વકાર્યો હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
ઇન્ડીયન એસોશીએશન દ્વારા બોમ્બે એકઝીબીશન સેન્ટર ખાતે તા.પમી ડીસેમ્બર ર૦ર૪ના રોજ ઇન્ટર ડેરી એવોર્ડસ-ર૦ર૪ એનાયત કરવા ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સમારંભમાં પ થી ૧૦ લાખ લીટર પ્રતિદીનની ક્ષમતાની શ્રેણીમાં માહી ડેરીની પ્રિમીયમ પ્રોડકટ ગીર અમૃત ઘી ની ઉત્કૃષ્ટ પેકેજીંગ ડીઝાઇન માટે પ્રતિષ્ઠીત ‘‘એડોપ્શન ઓફ બેસ્ટ પેકેજીંગ એવોર્ડ'' એનાયત કરવામાં આવ્યો છે. સંસ્થાના કર્મષ્ઠ અને દુરદેશી ચીફ એકઝીકયુટીવ ડો.સંજય ગોવાણીની આગેવાની હેઠળ સેલ્સ હેડશ્રી હર્ષદત ચૌબે, ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી પરસોતમ પટોલીયા, શ્રી બિપીન ચીકાણી, શ્રી જ્ઞાનેન્દ્ર વર્મા તથા શ્રી મીલન પરીખની ટીમે આ એવોર્ડ અને પ્રમાણપત્ર સ્વીકાર્યા હતાં.
માહી સંસ્થાને ટુંકાગાળામાં આગવી કુનેહ થકી ઉચ્ચતમ શિખરો પર પહોંચાડવામાં યશસ્વી યોગદાન આપી રાહ દર્શાવનાર સંસ્થાના ચીફ એકઝીકયુટીવ ડો.સંજય ગોવાણીએ જણાવ્યું હતુ કે, આ એવોર્ડ એ ગુણવતા તેમજ નવીનતા પ્રત્યેના અમારા સમર્પણ અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ઉત્પાદનો પહોંચાડવાની અમારી પ્રતિબધ્ધતા દર્શાવે છે. આ સન્માન એ પ્રત્યેક દુધ ઉપાદક સભ્ય, ગ્રાહકો અને માહી ટીમ સાથે જોડાયેલા તમામ સભ્યોનું છે.
ઇન્ડીયન ડેરી એસોશીએશન દ્વારા પ્રતિષ્ઠીત એવોર્ડ પ્રાપ્ત થતા દુધ ઉત્પાદકોની સંસ્થા માહી મિલ્ક પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશનની યશકલગીમાં વધુ એક પીચ્છ ઉમેરાયું છે. (
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
