તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ગુજરાતના સિનિયર મોસ્ટ, પીઢ પત્રકાર અને વિરાગો મીડિયા પ્રા. લિ.ના ચેરમેન ગીરીશભાઈ ત્રિવેદીનું દુઃખદ અવસાન

રાજકોટઃ ગુજરાતના સિનિયર મોસ્ટ, પીઢ પત્રકાર અને વિરાગો મીડિયા પ્રા. લિ.ના ચેરમેન શ્રી ગીરીશભાઈ ત્રિવેદીનું ગઈકાલે રવિવારે અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયું છે. તેઓશ્રી ૮૪ વર્ષના હતા. શ્રી ત્રિવેદીએ ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં ત્રણ પુત્રીઓ છે. જર્નાલિસ્ટ દીપલ ત્રિવેદી (અમદાવાદ), વાઇબ્સ ઓફ ઇન્ડિયાના એડિટર; નેહલ શાહ (ન્યૂયોર્ક) અને રાજલ (લંડન).
ગઈકાલે રવિવારે થલતેજ ખાતે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી..
પત્રકારત્વની સફર રાજકોટમાં ફૂલછાબ ડેઈલી સાથે શરૂ થઈ, મુંબઈ સમાચારના નિવાસી સંપાદક અને લોકસત્તા અને જનસત્તાના મુખ્ય સંપાદક રહ્યા. ગુજરાતના પ્રથમ સચિત્ર સમાચાર સામયિક ચિત્રા રંજનની સ્થાપના અને સમભાવ મીડિયા લિમિટેડના ગ્રુપ એડિટર તરીકે સેવા આપી હતી.
કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રા અને નિમિષભાઈ ગણાત્રા સહિત અકિલા પરિવારે બે મિનિટ મૌન પાળી પરિવારજનસમા ગિરીશભાઇને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
