તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
રેલવેના અમદાવાદ વિભાગમાં ટ્રેન દુર્ઘટના રોકવા માટે આધુનિક ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ લગાવાઇ
હાલમાં સાબરમતીથી કલોલ અને સાબરમતીથી ચાંદલોડિયા, કાલુપુરથી અમદાવાદ વચ્ચે આ સિસ્ટમ લગાવી

અમદાવાદ :પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં ટ્રેન દુર્ઘટના રોકવા માટે અત્યાધુનિક ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ લગાવાઇ છે, હાલમાં સાબરમતીથી કલોલ અને સાબરમતીથી ચાંદલોડિયા, કાલુપુરથી અમદાવાદ વચ્ચે આ સિસ્ટમ લગાવવામાં આવી છે. પહેલા સ્ટેશન પર ટ્રેન આવતી ત્યારે સ્ટેશન માસ્ટરે ફોન કરીને તમામ ટ્રેનોને જાણ કરવાનું, તેનું લોકેશન ક્યાં છે તે જોવાનું અને બે ટ્રેનો એક ટ્રેક પર ન આવી જાય અથવા એક ટ્રેક પર ઉભેલી ટ્રેનને પાછળથી આવતી ટ્રેન અથડાઇ ન જાય તે જોવાની મેન્યુઅલી અને હજારો મુસાફરોના જીવના જોખમને ધ્યાને રાખીને કરવાની થતી કામગીરી કરવાની રહેતી હતી.
હવે સ્ટેશન માસ્ટરને આ બાબતમાંથી મુક્તિ મળી જશે. સ્ટેશન માસ્ટરે ફક્ત મોનિટરિંગ જ કરવાનું રહેશે. રેડ અથવા બ્લુ સિગ્નલ આપવું કે નહીં, અને આપવું તો ક્યારે આપવું તે નક્કી આ પ્રણાલી જાતે જ કરશે. બિનજરૂરી પણે કલાકો સુધી ટ્રેનોને ટ્રેક પર ઉભી રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે તેમજ ખાસ તો મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂતી મળશે તેવો દાવો રેલવેના અધિકારી કરી રહ્યા છે
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
