તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
પહેલા જંત્રી ખૂબ વધારે સૂચવવાની અને પછી થોડો ઘટાડો કરવાની ચાલ
પ્રજા સાથે છેતરપીંડી થઇ રહ્યાનો મનહર પટેલનો આક્રોશ

રાજકોટ તા. ૯: કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનહર પટેલનો આક્ષેપ છે કે, ભાજપા સરકારની હંમેશા કાર્ય પદ્ધતિ અને પેટન્ટ રહી છે, પહેલા જુલમનો અતિરેક કરવો પછી લાગતા વળગતા લાભાર્થી એશો.-મંડળો-ક્લબો - ઉદ્યોગગળહો અને અમુક પ્રતિનિધિઓ આદરપૂર્વક વિરોધ કરવા બોલાવવા અને અંતે એમાં થોડો ઓછો જુલમ કરવાની ખાતરી આપવી અને ધાર્યુ કામ પૂર્ણ કરવું આમ દર વખતે ભાજપ પોતાના જનવિરોધી લક્ષાંકો સિદ્ધ કરી ઘીના ઠામમા ઘી ભેળવે છે.
આમ સરકાર માટે જનતાની પણ સ્પષ્ટ ધરણા છે ૨૦૦૦ ્રુ વધારામાં અંશતઃ ઘટાડો કરીને સમજાવી દેવાની ચાલ છે..અને લાભાર્થી મિત્રો વાંધા સૂચનો સ્વીકારવાની અને વાંધા સૂચનો ઓફ લાઇન સ્વીકારવાની બાબતને પોતાની સફળતા સ્વીકારીને સંતોષ માની પણ લેશે. પરંતુ રાજ્ય સરકારની સૂચિત ૨૦૦૦% જંત્રી વધારા બાબતે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને શિકાર બનાવી છે, અહીંયા માત્ર સ્ટેમ્પ ડયુટીનો પ્રશ્ન નથી સ્ટેમ્પ્ટ ડ્યૂટીની આવક રાજ્ય સરકારમાં જમા થાય છે અને કેપિટલ ગેઇન કેન્દ્ર સરકારની આવક છે અને સ્ટેમ્પ્ટ ડયુટી ૬% છે અને કેપિટલ ગેઈન ૧૨.૫+ સરચાર્જ=૧૫% થી ૩૦ૅ સરચાર્જ=૩૩% સુધી પહોંચશે. એટલે ગુજરાતની સરકાર ખુદ રાજ્ય સરકારની અને જનતાની અધોગતિ નોતરી રહી છે*આ સૂચિત જંત્રીનો અમલ કરાવશે તો રાજ્યના વિકાસની કમર તૂટી જશે. તેમ મનહર પટેલએ જણાવ્યું છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
