<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

કાલે ગાંધીનગરના કલોલમાં આયુષ (આરોગ્‍ય) મેળો

 

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, પ્રધાનમંત્રીશ્રી દ્વારા આયુષ પદ્ધતિને ખૂબ જ પ્રાધાન્‍ય આપવામાં આવે છે. જેથી વર્ષ ૨૦૧૪થી આયુષ મંત્રાલયની અલગ રચના કરવામાં આવી અને આયુષનું મહત્તમ પ્રચાર પ્રસાર થાય અને વધુ લોકો માહિતગાર બને તે હેતુથી ગુજરાત રાજ્‍યના પ્રભાગ નિયામકશ્રી, આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી, ગાંધીનગર દ્વારા કલોલ ખાતે કાલે તા. ૧૦ ના રોજ કપિલેશ્વર મહાદેવ મંદિર, કલોલ તાલુકા ખાતે સવારે ૦૯ થી સાંજના ૦૫ કલાક સુધી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ આયુષ મેળાના મુખ્‍ય આકર્ષણોની વાત કરવામાં આવે તો દેશનું પ્રાકળતિક પરીક્ષણ અભિયાન અંતર્ગત આયુષ મેળામાં આવતા લોકોનું પ્રકળતિ પરીક્ષણ કરવાનો નિર્ધાર, દંતોત્‍પાટન વગેરે મુખ્‍ય રહેશે.

આ સિવાય અન્‍ય વિના મૂલ્‍ય સેવાઓ જેવી કે, યોગ શિબિર,સ્ત્રી રોગ મર્મ ચિકિત્‍સા, ચામડીના રોગો, બાળ રોગો, લાઈફ સ્‍ટાઈલ ડીસઓર્ડર, જનરલ આયુર્વેદિક ઓપીડી, જનરલ હોમિયોપેથી ઓપીડી, રોગ અનુસાર યોગ ઓપીડી તથા બી.પી અને ડાયાબિટીસ (સુગર) ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

આ આયુષ મેળાનો મહત્તમ નગરજનો લાભ લઈ શકે અને આયુષ પદ્ધતિ દ્વારા થતી કામગીરી રૂબરૂ નિહાળી શકે અથવા તેનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્‍યું છે.

(12:19 PM IST)