<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

વધુ ૨૬ ભયજનક તત્‍વો જેલ ભેગાઃ પાસાયાત્રીની સંખ્‍યા ૭૦૦ નો આંક વટાવી ગઈ

દુઃખદ પ્રસંગે રજા પર જતા હોવા છતાં લોકોને આપેલ વચન અનુપમસિંહ ગેહલોતે પાળી બતાવ્‍યું : ગુજરાતભરમાં વાયરલ સુરત સીપી અને તેમની ટીમના જંગની PCB પીઆઇ આર.એસ. સુવેરા અકિલા સમક્ષ ભીતરી કથા વર્ણવે છે

રાજકોટ, તા. , ૯:  પ્રજાને પીડતા ભયજનક  શ્રેણીમાં આવતા વિવિધ અપરાધીઓ સામે ખૂબ કડક હાથે કામ લેવા જંગ શરૂ કરનાર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાના સાસુમાતાનાં અવસાન કારણે રજા પર ગયા બાદ તુરંત પરત ફરી, ફરી ધાર્મિક વિધિ માટે ઉતરપ્રદેશ જતા અગાઉ લોકોને આપેલ વચન મુજબ વધુ ૨૬ લોકોને પાસામાં મોકલી આપ્‍યાંનું અને આવા રીઢા ગુનેગારોને પાસામાં મોકલવાની સંખ્‍યા ૭૦૦નો આંક વટાવી ગયેલ હોવાનું સમગ્ર અમલવારી જેમના નેતળત્‍વમાં થાય છે તેવા pcb પીઆઇ આર.એસ સુવેરાએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

જેમની ઓફિસમાં પાસાની કાર્યવાહી ઝડપથી અમલ થાય તે માટે વિશેષ ટીમની વ્‍યવસ્‍થા સાથે મોડે સુધી જે બ્રાન્‍ચ સતત વ્‍યસ્‍ત રહે છે તેવી pcb બ્રાન્‍ચનાં પીઆઇ દ્વારા વિશેષમાં જણાવેલ કે, પોલીસ કમિશ્નરની સૂચના અને તેમની રણનીતિની અમલવારી માટે ઓન લાઈન ફ્રોડ, વ્‍યાજકવાદીઓ, છેડતી, ઘરફોડી, લુખાગીરી દ્વારા લોકોને પિડતા તત્‍વોને વીણી કાઢવા માટે ખૂદ પોલીસ કમિશનરશ્રી શહેરના વિવિધ ઝોનમાં સમયાંતરે પહોંચી આખા ઝોનનો ચિતાર મેળવતા હોવાથી લોકો પણ રાજકોટ માફક તેમની પાસે ખૂબ મોટા પ્રમાણમાં રજૂઆત કરવા આવે છે, અને કોઈ મોટપ દેખાડ્‍યા વગર અરજદારોને તે ગરીબ હોય કે તવંગર ખૂબ આદરપૂર્વક સહુની વાત સાંભળે છે, વિશ્વાસને કારણે મળેલ માહિતી મુજબ pcb સાથે શેર કરી, વિવિધ પોલીસ મથક પાસેથી સામેથી વિગત મેળવાઈ રહ્યુ છે. આના કારણે જ આ સંખ્‍યા રેકોર્ડ સ્‍થાપી રહી છે તેમ PCB પીઆઇ દ્વારા આખા રાજ્‍યના વાયરલ આ અભિયાનની સફળતાની ભીતરી કથા વર્ણવતા જણાવ્‍યું હતું.

(11:57 AM IST)