<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ખોટું નામ ધારણ કરીને કાપડ માર્કેટના વેપારીઓ સાથે 5 કરોડથી વધુનું ચીટીંગ :1 વર્ષથી ફરાર આરોપીને સુરત પોલીસે ઝડપી લીધો

આરોપી સામે સુરતના સલાબતપુરા, વરાછા અને ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી:આરોપીનું સાચું નામ વિજય રાઠોડ હોવાનું અને તે નીરવ ગાંધીના નામથી ચીટીંગ કરતો હોવાનું સામે આવ્યું

સુરત :ખોટું નામ ધારણ કરી કાપડ માર્કેટના વેપારીઓ સાથે પાંચ કરોડથી વધુનુ ચીટીંગ કરી છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે સુરતના લાલ દરવાજા ખોડીયાર માતાના મંદિર પાસેથી આરોપી વિજય ઉર્ફે નિરવ ગાંધી ભુપતભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે સુરતના સલાબતપુરા, વરાછા અને ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

પીસીબી પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા પોતાનું નામ વિજય હોવાનું જણાવ્યું હતું જો કે યુક્તિપ્રવુતિથી પૂછપરછ કરતા આરોપીએ પોતાનું સાચું નામ વિજય રાઠોડ હોવાનું અને પોતે નીરવ ગાંધીના નામથી ચીટીંગ કરતો હોવાનું સામે આવ્યું હતું. આરોપી વર્ષ 2021માં કાપડ દલાલીનું કામ કરતો હતો. તેણે માર્કેટમાં પોતાનું ખોટું નામ નીરવ ગાંધી તરીકેનું જણાવ્યું હતું. કાપડના વેપારી પ્રદીપભાઈ પરસોતમભાઈ ચકલાસીયાની અલગ અલગ ફર્મમાંથી આશરે પાંચ કરોડથી વધુની કિમંતનો ગ્રે કાપડનો માલ ખરીદી તેનું પેમેન્ટ ચૂકતે કર્યા વગર ભાગી ગયો હતો.

જેથી વેપારી પ્રદીપભાઈ ચકલાસીયાએ આરોપી વિરુદ્ધમાં વરાછા, ઉધના, સલાબતપુરા પોલીસ મથક ખાતે ચીટીંગ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોતાનું ખોટું નામ ધારણ કરી ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓ સાથે ચીટીંગ કરતો હતો. તેમજ પોલીસ પકડથી બચવા પોતે ખોટું નામ ધારણ કરતો હોવાની હક્કિત જણાય આવી હતી. આરોપીનો કબજો સલાબતપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે.

(1:38 PM IST)