તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
વડાપ્રધાન ખેડુતોની દશા અને દિશાનો વિચાર કરી સુવિધા આપે છેઃ મેહુલ દવે
ગાંધીનગરમાં રવિ કૃષિ મહોત્સવમાં કલેકટરનું ઉદબોધન

ગાંધીનગર જિલ્લામાં યોજાયેલ રવિ કૃષિ મહોત્સવમાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે (આઇ.એ.એસ.) ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.
ગાંધીનગર, તા.,૯: સમગ્ર રાજયમાં ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અને સરકારશ્રીની ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી પુરી પાડવાના હેતુથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો.
રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકાઓ મળી પાંચ હજારથી વધુ ખેડૂત મિત્રોએ આ તકનો લાભ લીધો હતો. સાથે જ ચારેય તાલુકા મળી રુપિયા ૮૫ લાખથી વધુની સહાય પણ ખેડૂતોને આપવામાં આવી હતી.
ગાંધીનગર તાલુકાના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ના બીજા દિવસે વિવિધ ગામોમાંથી ખેડૂત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસરે તેમનો ઉત્સાહ વધારવા કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે. દવેએ કૃષિ આપણા વડાપ્રધાનશ્રીએ દરેક વ્યકિતની નાનામાં નાની જરૂરિયાતની દરકાર કરી છે, એટલે જ એક પણ ક્ષેત્રમાં યોજનાકિય લાભ બાકી નથી. માતાના ગર્ભથી વૃદ્ધાવસ્થા સુધીની યોજનાઓ દ્વારા સરકારે લોક સુવિધાને ઙ્કાધાન્ય આપ્યું છે .અને તેનો જ એક ભાગ એટલે ખેડૂતોને વર્ષે મળતા ૬,૦૦૦ ની રકમ છે. આ વિચાર એ વાતની સાબિતી છે કે પ્રધાનમંત્રીશ્રી માટી સાથે જોડાયેલા છે, અને એટલે જ ખેડૂતોની દશા અને દિશા નો વિચાર કરી તેમના માટે સુવિધા ઉભી કરે છે.
કલેકટરશ્રીએ એમ પણ ઉમેર્યુ હતું કે,પ્રધાનમંત્રીશ્રી જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયની તેમની દીર્ઘદ્રષ્ટિ અને વર્તમાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તત્પરતાને કારણે આજે આપણે દરેક ક્ષેત્ર સાથે ખેતીમાં પણ સફળ છીએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાસ્ત્રમાં કહ્યું છે તેમ, ઉત્તમ કૃષિ, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી. માટે જ ખેડૂત તરીકે કાર્ય કરવા બદલ ખેડૂતોએ ગર્વ અનુભવવો જોઈએ. આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે જ્યારે ધરતી માતાને વંદન કરતા હોઈએ ત્યારે ધરતી માતાના ખોળે કંઈક શીખીને સારું કરી શકીએ તો આપણે સમાજ અને દેશના વિકાસમાં સહભાગી બની શકીશુ.
રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો મુખ્ય હેતુ ખેડૂતોમાં રવિ પાક માટેની નવી ટેકનોલોજી, પાક ઉત્પાદન અને સક્ષમ ખેતી પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવા અને તેઓને માર્ગદર્શન પૂરૃં પાડવાનો છે. આ કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાંતોએ રવિ પાક માટે યોગ્ય ખાતર, બિયારણ અને ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે સાથે ખેતી માટે વિવિધ સહાય યોજનાઓની જાણકારી અને સરકાર દ્વારા મળતી સહાય વિશે વિગતવાર ચર્ચા સાથે નવી તકનીક વિશે સમજણ આપવા સાથે ખેતીને વધુ ફાયદાકારક બનાવવા અંગે પ્રેરણા પુરી પાડવામાં આવી હતી. આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત વહિવટી તંત્રના અધિકારીઓ તથા ખેડૂતો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. અને વિવિધ સ્ટોલ પરથી ખેતી વિષયક જાણકારી મેળવી હતી.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
