તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને સતત છઠ્ઠી વખત શ્રેષ્ઠ હોસ્પિટલનો એવોર્ડ

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ્સે સતત છઠ્ઠી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનું બિરુદ મેળવ્યું છે. ‘ધ વીક'ના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણ દ્વારા, છેલ્લા ૬ વર્ષથી બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ મેળવનાર ઝાયડસ ગુજરાતની નંબર ૧ હોસ્પિટલ બની રહી છે.
ઝાયડસ હોસ્પિટલ, ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પ્ર્ણેતા, ડો. આનંદ ખખ્ખરના નેતળત્વ હેઠળ, માત્ર ૩ વર્ષમાં ૨૩૦ થી પણ વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટની નોંધપાત્ર સિદ્ધિની સાથે આખા પヘમિ ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટનું અગ્રણી સેન્ટર બન્યું છે. જેમાં એક HIVૅ અને બે અલગ બ્લડ ગ્રુપ (ABO) ધરાવતા દર્દીનું લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરેલ છે. અહીંની લીવર ટ્રાન્સપ્લાન્ટ અને લીવર ક્રિટિકલ કેરની વ્યાપક ટીમે ૧૦૦% સફળતા સાથે ૧ વર્ષના સમયગાળામાં એકસાથે ૬ લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટનો (SLKT) રેકોર્ડ બનાવ્યો છે.TO વિશાળ ડાયાલિસિસ યુનિટ ધરાવતાં ઝાયડસ હોસ્પિટલના રીનલ ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં ૩૩૦ થી પણ વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ પાર પાડયા છે.
બ્રેઈન સ્ટ્રોકની ત્વરિત સારવારની દિશામાં છેલ્લા બે વર્ષથી હબ અને સ્પોક મોડલ દ્વારા સમગ્ર ગુજરાતમાં AI-આધારિત, બ્રેઈન સ્ટ્રોક કેર નેટવર્ક શરૂ કરી, તેને ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડી, સ્ટ્રોક જેવા જીવલેણ રોગ દરમિયાન અંતરિયાળ ગામોમાં પ્રાથમિક સારવાર પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કરી ઝાયડસને બ્રેઈન ઇન્ટરવેન્શનસ સર્જરી માટે ગુજરાતનું વિશ્વસનીય કેન્દ્ર બનાવવા બદલ ડો. કલ્પેશ શાહ અભિનંદનીય છે. ન્યુરો-સાયન્સની ટીમ ૧૦૦ થી પણ વધુ દર્દીઓની સંપૂર્ણ રિકવરી સાથે સારવાર કરી ચુકયા છે.
બીજી ક્રિટિકલ ટ્રીટમેન્ટ જેવી કે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે હિમેટો-ઓન્કોલોજિસ્ટ ડો. નિધિ જૈન અને ડો. આકાંશા ગર્ગની સાથે મેડિકલ ઓન્કોલોજિસ્ટ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, ન્યુક્લિયર મેડિસિન, ટ્રાન્સફયુઝન નિષ્ણાતોની સાથે ખાસ ટ્રેનિંગ લીધેલ ગ્પ્વ્ ર્નસિંગ સ્ટાફની ટીમે ૩ વર્ષના ગાળામાં ૧૬૦ થી પણ વધુ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીઓના જીવનમાં ઉજાસ પાથર્યો છે.
ઝાયડસમાં, સિનિયર પ્લાસ્ટિક અને રિકંસ્ટ્રકશન નિષ્ણાતોની ટીમનાં અથાગ પ્રયત્નોને પરિણામે બાળકથી લઈને પુખ્ત વયના લોકોમાં સફળતા પૂર્વક અંગ પ્રત્યારોપણ કરી રિકંસ્ટ્રકશનના સોનેરી ભવિષ્યનો પાયો નખાયો છે. અકસ્માતમાં કપાયેલાં અંગોને ફરી જોડીને દર્દીને ફરી બેઠા કરનાર રિકંસ્ટ્રકશન નિષ્ણાતોની ટીમની કુનેહ બિરદાવવાને કાબિલ છે. રિકંસ્ટ્રકશનમાં નિપુણતા સાથે હવે ઝાયડસ હાથ પ્રત્યારોપણની સુવિધા પણ ધરાવે છે.
ઝાઇડસની માહિતીમાં જણાવ્યું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત, ઝાયડસને આ મુકામે પહોંચાડવામાં વિખ્યાત સિનિયર ડોક્ટર્સ અને અનુભવી મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફ સાથે ઝાયડસના સુપર-સ્પેશિયાલિસ્ટ નિષ્ણાંત ટીમનો ફાળો રહ્યો છે. સાથે સાથે અસંખ્ય દર્દીઓએ મુકેલા વિશ્વાસના પરિણામે ઝાયડસ હોસ્પિટલે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હંસા રિસર્ચ અને ‘ધ વીક'ના તરફથી આ સન્માન, આરોગ્યસંભાળના ક્ષેત્રમાં અગ્રણી તરીકે ઝાયડસ હોસ્પિટલ્સને વધુ આગળ વધવા માટે ્પ્રેરિત કરે છે, જે તેની ઉચ્ચ સ્તરની તબીબી સંભાળ દર્દીઓ સુધી પહોંચાડવા માટેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
