<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ગુજરાતમાં ૩ર.પર લાખ સુક્ષ્મ, લઘુ અને મધ્‍યમ ઉદ્યોગોની નોંધણીઃ ર,૦૮૯ કરોડની સહાય

ઉદ્યોગોને વધુ સરળ બનાવવા માટે પગલાઃ મંત્રી બળવંતસિંહ

ગાંધીનગર, તા. ૦૯: છેલ્લા અનેક દાયકાઓથી ભારતમાં ગુજરાતની છબી એક વ્‍યાપારી રાજ્‍ય તરીકે ઉભરી આવી છે. જેનું મુખ્‍ય કારણ ગુજરાત સરકારની ઉદ્યોગ ફ્રેન્‍ડલી નીતિ અને યોજનાઓ છે. વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ   સમિટ જેવા ફલેગશીપ કાર્યક્રમોના પરિણામે અનેક મોટા ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે, પરંતુ છેલ્લા બે દાયકાથી પ્‍લ્‍પ્‍ચ્‍ ક્ષેત્રે પણ ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના સમર્થ નેતળત્‍વ અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના દિશાદર્શન હેઠળ આજે લઘુ, સૂક્ષ્મ અને મધ્‍યમ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે અને સ્‍ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમે છે. મહારાષ્‍ટ્ર કુલ ૫૦.૬૦ લાખથી MSME એકમોની નોંધણી સાથે દેશમાં પ્રથમ ક્રમાંકે છે. જ્‍યારે, ગુજરાત ૨૧.૮૨ લાખથી વધુ એકમોના ઉદ્યમ રજીસ્‍ટ્રેશન સાથે દેશમાં પાંચમા ક્રમે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ ૨૫ ટકાથી ૩૦ ટકાનો વધારો જોવા મળ્‍યો છે.

ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહના જણાવ્‍યા મુજબ ગુજરાતમાં નોંધાયેલા આશરે ૨૧.૮૨ લાખથી વધુ MSME એકમો પૈકી ૨૦.૮૯ લાખથી વધુ સૂક્ષ્મ ઉદ્યોગો, ૮૪ હજારથી વધુ લઘુ ઉદ્યોગો તેમજ ૮,૭૦૦થી વધુ મધ્‍યમ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના સાહસિક ઉદ્યોગકારોને પ્રોત્‍સાહિત કરવા તેમજ MSME એકમોને વધુ સશક્‍ત બનાવવા માટે રાજ્‍ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ તેમજ આત્‍મનિર્ભર યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના નવેમ્‍બર સુધીમાં ગુજરાતના કુલ ૪૭ હજારથી વધુ પ્‍લ્‍પ્‍ચ્‍ એકમોને રૂ. ૨,૦૮૯ કરોડની માતબર સહાય ચૂકવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશનો વિકાસ ક્રમ ઘણા સૂચકાંકોના આધારે સુનિヘુિત કરવામાં આવે છે. ભારતમાં ઓદ્યોગિક વિકાસ ક્ષેત્રે રોજગારી, ઇન્‍ડેક્‍સ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીયલ પ્રોડક્‍શન, માનવ વિકાસ, ઊર્જા કાર્યક્ષમતા અને ઉત્‍પાદન ક્ષેત્રે ગ્રોસ સ્‍ટેટ ડોમેસ્‍ટિક પ્રોડક્‍ટ (GSDP) સૂચકાંકોનો સમાવેશ થાય છે. આ માપદંડોના આધારે ગુજરાત દેશના ઉત્‍પાદનમાં ૧૬ ટકા, GDPમાં ૮.૬ ટકા અને રૂ. ૨૬ ટ્રિલિયનના ફાળા સાથે દેશમાં ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત દેશના કુલ નિકાસમાં પણ ગુજરાત ૩૦ ટકાથી વધુ હિસ્‍સો ધરાવે છે. ગુજરાતની પ્રગતિમાં રાજ્‍યના MSME એકમોનો ૪૦ ટકાથી વધુ ફાળો છે

(2:52 PM IST)