તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ઉત્તરાયણ પૂર્વે અમદાવાદ અને આણંદમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા બે પકડાયા

રાજકોટ, તા.૯: ઉત્તરાયણ પહેલા ગુજરાતનાં અનેક જીલ્લામાંથી ચાઈનીઝ દોરી ઝડપાવા પામી છે. આણંદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની હેરાફેરી કરતા લોકોને પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી ચાઈનીઝ દોરીનાં રીલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉત્તરાયણનાં તહેવાર પહેલા વેપારીઓ દ્વારા પતંગ તેમજ દોરીનો સ્ટોક શરૂ કરી દીધો છે. રાજ્યમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુકયો હોવા છતાં કેટલાક વેપારીઓ ચાઈનીઝ દોરીનો સ્ટોક કરી રહ્યા હોવાનું પોલીસનાં ધ્યાને આવવા પામ્યું હતું. આણંદ પોલીસને મળેલ બાતમીનાં આધારે આણંદમાંથી ચાઈનીઝ દોરીની હેરાફેરી કરતા બે લોકોને આંકલવા પોલીસે ઝડપી પાડ્યા હતા. આંકલવા પોલીસે ઉમટા પાસેથી ચાઈનીઝ દોરીની હેરાફેરી કરી રહેલા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેઓની પૂછપરછ હાથ ધરતા તેઓએ ચાઈનીઝ દોરીની ૯૬ રીલ હોવાનું જણાવતા પોલીસે તે તમામ રીલ જપ્ત કરી લીધી હતી. તેમજ રીલ સહિત કુલ ૪૪ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે મહેશ અને શૈલેષની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાંથી ચાઈનીઝ દોરી ઝડપાઈ હતી.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
