તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ખેતી ક્ષેત્રે મહેનત અને ધીરજથી ઇચ્છીત પરિણામ શકય : રીટાબેન
ગાંધીનગરમાં ધારાસભ્યની અધ્યક્ષતામાં કૃષિ મહોત્સવ

ગાંધીનગર, તા. ૯: નાયબ ખેતી નિયામકની કચેરી, તાલીમ, સેક્ટર -૧૫ ખાતે ગાંધીનગર તાલુકા કક્ષાનો રવિ કળષિ મહોત્સવ ધારાસભ્યશ્રી રીટાબેન પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ ગાંધીનગર પ્રાંત શ્રી પાર્થ કોટડીયા સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમા ખેતીલક્ષી વિવિધ યોજનાઓના ખેડૂત લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ખેત સાધન ખરીદી માટે લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યના ખેડૂતોને ખેત પાકો વિશે આધુનિક કળષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે, ઓછા ખર્ચે વધુ ખેત ઉત્પાદન થાય તથા પ્રાકળતિક કળષિ નો વ્યાપ વધે તેવા હેતુથી કળષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમા રાજ્યના ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે ઁખેતી એક એવું ક્ષેત્ર છે કે તમે જે ચાહો તે પરિણામ મેળવી શકો છો પણ શરત માત્ર એટલી છે કે તે મહેનત અને ધૈર્ય માંગી લે તેવું કાર્ય છે.ઁ
ધારાસભ્ય શ્રી એ આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને પ્રાકળતિક ખેતી તરફ વળવા પણ અપીલ કરી હતી.
નાયબ ખેતી નિયામક શ્રી એસ.વી પટેલે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપવાની સાથે ખેડૂત કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ વિશે વિસ્તળત જાણકારી આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે.એસ પટેલ ,ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારીશ્રી મલય ભુવા, દાંતીવાડા યુનિવર્સિટી થી આવેલ કળષિ વૈજ્ઞાનિક શ્રીઓ સહિત અગ્રણીઓ, અધિકારીઓ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.(
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
