તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
વરસાદી પાણીના સંગ્રહ માટે ‘કેચ ધી રેઇન' ૧.૪૨ કરોકડ રિચાર્જ સ્ટ્રકર્ચસ નિર્માણ કરાશે
સાંસદ નરહરિ અમીનને કેન્દ્રિય મંત્રીનો વિસ્તૃત જવાબ

રાજકોટ તા.૯ શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) દ્વારા વર્ષ ૨૦૧૯ માં શરૂ કરેલ જલ શક્તિ અભિયાનની સફળતાનાં પગલે ‘‘કેચ ધી રેઇન'' ઝુંબેશની જે પહેલ અંગે સસંસદમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના અનુસંધાનમાં જલશક્તિ રાજ્યમંત્રી શ્રી રાજભુષણ ચૌધરીજીએ જલસંગ્રહ અને જલસંરક્ષણ માટે સરકારે લીધેલ પગલાંઓની વિસ્તળત માહિતી આપી હતી ૨૦૧૯ માં હાથ ધરવામાં આવેલ જલ શક્તિ અભિયાનની સફળતાને પગલે, વર્ષ ૨૦૨૦ માં કોરોના ૅરોગચાળાના સમયગાળા દરમિયાન ‘‘વરસાદને પકડો, જ્યાં પડે ત્યાં અને જ્યારે પડે ત્યારે'' ટેગ લાઇન સાથે ‘‘કેચ ધ રેઈન'' અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય જન સમુદાયની સક્રિય ભાગીદારી સાથે સ્થાનિક આબોહવાની પરિસ્થિતિઓ અને જમીનના પેટા સ્તરને અનુરૂપ ‘‘રેઈનવોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ (RWHS)'' બનાવીને વરસાદી પાણીના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. સરકારે આ અભિયાન ૨૦૨૧ થી હવે વાર્ષિક બની ગયું છે
પાણી એ રાજ્યનો વિષય છે અને દેશમાં વરસાદી પાણીના સંગ્રહ સહિત જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના પ્રયાસો રાજ્ય સરકારના આદેશ હેઠળ આવે છે. કેન્દ્ર સરકાર ટેકનિકલ અને નાણાકીય સહાય દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રયત્નોને પૂરક બનાવે છે. વરસાદી પાણીના સંગ્રહ દ્વારા જળ સંરક્ષણ એ કેન્દ્ર સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક છે. આ અભિયાન હેઠળ સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.
જલ શક્તિ મંત્રાલય ૨૦૧૯ થી દર વર્ષે જલ શક્તિ અભિયાન ચલાવે છે. ચાલુ વર્ષે ‘‘કેચ ધ રેઈન'' ઝુંબેશ નો પાંચમો તબક્કો ચાલે છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને ફંડ જેમ કે મનરેગા, અમળત યોજના ‘‘પર ડ્રોપ મોર ક્રોપ'' અને પ્રધાનમંત્રી કળષિ સિંચાઈ યોજના હેઠળ સમારકામ, નવીનીકરણ અને પુનઃસ્થાપન ઘટકોનું સંકલન છે.
જલ શક્તિ અભિયાનની ગતિને વધુ મજબૂત કરવા ‘‘કેચ ધી રેઇન'' ઝુંબેશ ‘‘જલ સંચય જન ભાગીદારી''ની ૬ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ સુરતમાં શરૂ કરવામાં આવી હતી. આ પહેલ જળ સંરક્ષણ માટે જન ભાગીદારીના મહત્વ પર ભાર મૂકે છે. સરકારી સંસ્થાઓ, ઉદ્યોગો, સ્થાનિક સત્તાવાળાઓ, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનો સહિત તમામ હિતધારકો તરફથી કળત્રિમ રિચાર્જ સ્ટ્રક્ચર્સ/બોરવેલ રિચાર્જ શાફ્ટના નિર્માણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે, સંગ્રહ ક્ષમતામાં વધારો કરે અને ભૂગર્ભજળ રિચાર્જને વધારવામાં મદદ કરે. એવો એકંદરે સરકારનો અભિગમ છે. આ પહેલનો પ્રાથમિક ઉદ્દેશ મિશન મોડમાં ભૂગર્ભ જળ રિચાર્જ માટે ઓછા ખર્ચે, પોસાય તેવા ઉપાયો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જેથી વરસાદી પાણીનું એક પણ ટીપું નકામુ નાં જાય.૧૮૫ મીલીયન કયુબીક જળસંગ્રહ માટે ૧.૪૨ કરોડ સ્ટ્રકચર્સ સર્જાશે
જમીન સંસાધન વિભાગ દેશમાં વરસાદી અને ક્ષીણ થયેલી જમીનોના વિકાસ માટે પ્રધાનમંત્રી કળષિ સિંચાઈ યોજના ના વોટરશેડ વિકાસ ઘટકનો અમલ કરે છે. જેમાં પણ વરસાદી પાણીના સંગ્રહનો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયત કક્ષાએ વરસાદી પાણીના સંગ્રહના માળખાને સ્થાપિત કરવાની પ્રવળત્તિનો પંચાયત વિકાસ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે,જેથી પંચાયતો ૧૫માં નાણાં પંચની ગ્રાન્ટ અથવા અન્ય કોઈપણ ઉપલબ્ધ ભંડોળમાંથી તેમની જરૂરિયાતો અનુસાર અમલીકરણ માટે તેને પસંદ કરી શકે.
જ્યાં સુધી વરસાદી પાણીના સંગ્રહમાં અગ્રણી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની વિગતોનો સંબંધ છે ત્યાં સુધી, કેન્દ્ર સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ યોજનાઓ/ઝુંબેશોનો ઉત્સાહપૂર્વક અમલ કરવા અને તેમના અધિકારક્ષેત્રમાં શકય તેટલા વરસાદી પાણીના સંગ્રહના માળખાના નિર્માણને પ્રાથમિકતા આપવા પ્રોત્સાહન આપે છે. આ પ્રયાસો ભવિષ્યના ઉપયોગ માટે વરસાદી પાણીને બચાવવા, સાચવવા, ટકાઉ પાણીની ઉપલબ્ધતા સુનિヘુિત કરવા અને પ્રાદેશિક જળ પડકારોને અસરકારક રીતે પહોંચી વળવા માટે નિર્ણાયક બને છે.તેમ કેન્દ્રિય મંત્રીએ જવાબમાં જણાવવાનું સાંસદ શ્રી નરહરી અમીન જણાવે છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
