<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

BAPSના ૧ લાખ નિઃસ્‍વાર્થ કાર્યકરોનો અપૂર્વ રંગારંગ અભિવાદન સમારોહ

બી.એ.પી.એસ. ની કાર્યકર શક્‍તિ માનવજાતના હિત માટે છે. બી.એ.પી.એસ.ના કાર્યકરો વિશ્વમાં ભારતના પ્રભાવને ઉજાગર કરી રહ્યા છે.. : નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા વીડિયો સંદેશ પાઠવવામાં આવ્‍યો : સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વાર એક લાખ જેટલાં પ્રિ - પ્રોગ્રામ્‍મડ્‍ રિસ્‍ટ બેન્‍ડસ, ૨૦૦૦ જેટલાં પર્ફોર્મર્સ દ્વારા પ્રસ્‍તુતિઓ, વીડિયો, સંબોધનોના અનોખા સમન્‍વય ધરાવતા દિલધડક કાર્યક્રમ નિહાળી સૌ ઝૂમી ઉઠયા : સમૂહ આરતીના દૈદીપ્‍યમાન અર્ઘ્‍ય દરમિયાન સર્જાયા અદ્દભુત દૃશ્‍યો : આજે અહીં પ્રમુખ સ્‍વામી મહારાજના આશીર્વાદથી સર્વત્ર વિજય છે. પ્રમુખસ્‍વામી મહારાજે અનેક પરિસ્‍થિતિઓમાં મને કહ્યું છે કે ભગવાન બધું સારું કરશે અને તે બળ હંમેશા મારી સાથે રહ્યું છે : અમિતભાઈ શાહ : સમગ્ર વિશ્વમાં ભગવાન સ્‍વામિનારાયણના કાર્યો તેમજ સનાતન હિન્‍દુ ધર્મના પ્રચારનું ભગીરથ કાર્ય આ બીએપીએસ સંસ્‍થા કરી રહી છે : ભુપેન્‍દ્રભાઈ પટેલ

અમદાવાદ : વિશ્વના સૌથી મોટા નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં સેવા, સમર્પણ અને ગુરુભક્‍તિથી છલકાઈ રહેલાં એક લાખ જેટલાં કાર્યકરોનું રોમાંચક પ્રસ્‍તુતિઓથી અદભુત અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

કાર્યક્રમના પ્રારંભમાં બી.એ.પી.એસ. ની કાર્યકર પ્રવળત્તિના મધ્‍યસ્‍થ કાર્યાલયના મુખ્‍ય કાર્યવાહક સંત પૂ. યજ્ઞપ્રિય સ્‍વામીએ તેઓના સંબોધનમાં મહંત સ્‍વામી મહારાજને કાર્યકરોને વધાવવાનો કેવો ઉમંગ છે તેના વિષે વાત કરી હતી.

ત્‍યારબાદ કલાત્‍મક વિશિષ્ટ રથમાં પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજનું આગમન થયું ત્‍યારે અદભુત માહોલ રચાયો હતો. સમગ્ર સ્‍ટેડિયમમાંથી પસાર થઈ રહેલાં મહંત સ્‍વામી મહારાજના રથની સમાંતર ચાલી રહેલી પ્રસ્‍તુતિમાં -  જેમ જેમ રથ આગળ વધતો ગયો એટલે કે સત્‍પુરુષનો સંસ્‍પર્શ સૌ કાર્યકરો પામતા ગયા તેમ તેમ વિખરાયેલા મણકા એક માળામાં પરોવાઈ ગયા અને ગુલાબની પાંખડીઓ કયારેય ન કરમાય તેવી સુવર્ણ પાંખડીઓમાં પરિવર્તન પામી - આવી અર્થપૂર્ણ અને આકર્ષક રીતે મહંત સ્‍વામી મહારાજનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. 

૯૫૫ બાળ-યુવા કાર્યકરો દ્વારા રજૂ કરાયેલી આ વિશિષ્ટ પ્રસ્‍તુતિ માટે ૫૫૦ પુષ્‍પ પાંખડીઓ અને ૨૨૫ મણકા બનાવવામાં ચાર મહિના જેટલો સમય લાગ્‍યો હતો.

ત્‍યારબાદ પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજ, કેન્‍દ્રીય ગળહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના માનનીય મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું.

દીપ પ્રાગટય બાદ કાર્યકરોની નિસ્‍વાર્થ સેવાભાવનાનો જયજયકાર કરતા આ કાર્યક્રમમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યો હતો.

પ્રધાનમંત્રીશ્રીના ઉદ્દબોધનના અંશો 

બી.એ.પી.એસ.ની કાર્યકર શક્‍તિ માનવજાતના હિત માટે છે. બી.એ.પી.એસ ના કાર્યકરો વિશ્વમાં ભારતના પ્રભાવને ઉજાગર કરી રહ્યા છે. બી.એ.પી.એસ ના મંદિરો ભારતની આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કળતિક ચેતનાના પ્રતીક છે. પ્રમુખ સ્‍વામી મહારાજ સાથેનો મારો નાતો મારા જીવનનો એક અભિન્ન હિસ્‍સો છે. તાજેતરમાં બી.એ.પી.એસ.ના અબુ ધાબીમાં નિર્મિત મંદિરે વિશ્વને ભારતની આધ્‍યાત્‍મિક શક્‍તિના દર્શન કરાવ્‍યા છે. પ્રમુખ સ્‍વામી મહારાજના પારિવારિક શાંતિ માટે ઘરસભા જેવા અભિયાનોને આપણે આગળ ધપાવવાના છે.

મુખ્‍ય કાર્યક્રમ : બીજ, વટવળક્ષ અને ફળ અંતર્ગત પ્રસ્‍તુતિઓ 

પ્રથમ સોપાન હતું : બીજ - કાર્યકર પ્રવળત્તિનો આરંભ

છેલ્લાં ૧૦૦ કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્‍વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદભૂત રજૂઆત કરવામાં આવી હતી.  સત્‍પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે. બી. એ. પી. એસ. ના સ્‍થાપક બ્રહ્મસ્‍વરૂપ શાષાીજી મહારાજ અને ત્‍યારબાદ બ્રહ્મસ્‍વરૂપ યોગીજી મહારાજે આ કાર્યકર પ્રવળત્તિના બીજ રોપ્‍યા અને ક્રમશઃ તેઓ અંકુરિત થયા.  ત્‍યારબાદ બી.એ.પી.એસ. ના આંતરરાષ્‍ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણ સ્‍વામીએ પ્રાસંગિક ઉદ્વોધન કર્યું હતું.

દ્વિતીય સોપાન હતું : વટવળક્ષ - મૂલ્‍યનિષ્‍ઠ કાર્યકરદળ

એક નાના બીજમાંથી વટવળક્ષ બનેલી આ સ્‍વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્‍યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્‍ચે પણ કર્તવ્‍યનિષ્‍ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્‍તુત થઈ હતી.

વિપરીત પરિસ્‍થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા બી. એ. પી. એસ. ના મહિલા કાર્યકરોના અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો પર વક્‍તવ્‍ય રજૂ કરવામાં આવ્‍યું.

તળતીય સોપાન હતું: ફળ - પવિત્ર, શાંતિમય વિશ્વ

આ કાર્યકરોની નિસ્‍વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્‍તુતિ આ વિભાગમાં રજૂ થઈ હતી. જમીનમાં તો ફળ થાય, પરંતુ આકાશમાં ફળ ઉગાડવા જેવી અશકય લગતી બાબતોને પોતાની નિષ્ઠા અને સમર્પણથી સાકાર કરનાર લોકોની ભેટ વિશ્વને આ કાર્યકરોના રૂપમાં મળી છે.

ત્‍યારબાદ બી. એ. પી. એસ. ના વરિષ્‍ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્‍વામીએ તેઓના ઉદ્વોધનમાં જણાવ્‍યું,

કાર્યકરોનું અભિવાદન કરવા માટે આજે પ્રમુખ સ્‍વામી મહારાજના જન્‍મદિન કરતાં ઉત્તમ દિવસ અને સમય કયો હોઈ શકે? બી.એ.પી.એસ.ના કાર્યકરોએ વિશાળ સંઘશક્‍તિનું જ્‍વલંત ઉદાહરણ પૂરું પાડ્‍યું  - અમદાવાદમાં યોજાયેલ પ્રમુખ સ્‍વામી મહારાજ શતાબ્‍દી મહોત્‍સવ વખતે. જ્‍યારે કાર્યકરોએ અકલ્‍પનીય કાર્ય શકય બનાવ્‍યું, ૬૦૦ એકરમાં નગર ઊભું કરી દીધું, જેમાં સવા કરોડ જેટલાં લોકો પવિત્ર પ્રેરણા લઈને ગયા. ૮૦,૦૦૦ સ્‍વયંસેવકો જયાં તને-મને-ધને ન્‍યોછાવર થઈ ગયા.       

બી.એ.પી.એસ. ના કાર્યકરોએ ઓછી સંખ્‍યામાં હોવા છતાં સંપ અને કાર્યનિષ્ઠાનું જ્‍વલંત ઉદાહરણ પૂરું પાડ્‍યું  - યુક્રેન યુધ્‍ધ સમયે હાથ ધરાયેલા સેવા કાર્યમાં. જેમાં ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની વિનંતી બાદ ૧૧ દેશોમાંથી બી.એ. પી.એસ. ના ૬૪ સ્‍વયંસેવકોએ બીજા દિવસથી જ રાહત કેમ્‍પ તાત્‍કાલિક ધોરણે શરૂ કરી દીધો. આ કાર્યકરોએ ઠંડીમાં, ભૂખ્‍યા રહીને, ઉજાગરા વેઠીને ૩૭૦૦ જેટલાં ભારતીયોને મદદ કરી.

બી. એ. પી. એસ. ના માત્ર એક કાર્યકરે નિષ્‍ઠાનું જ્‍વલંત ઉદાહરણ પૂરું પાડ્‍યું  - એકલા હાથે સેવાકાર્યો હાથ ધરીને. એવા ઘણાં કાર્યકરો છે જેમણે એકલાએ અનેક ગામો વ્‍યસનમુક્‍ત-અંધશ્રધ્‍ધામુક્‍ત કર્યા છે. યુદ્ધની કટોકટીમાં અનેક વ્‍યક્‍તિઓના જીવ બચાવ્‍યા છે, એવા ડોકટરો છે જેમણે લાખો દર્દીઓની નિશુલ્‍ક સારવાર કરી છે, એવા સમાજસેવી કાર્યકર જેમણે હજારો વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની વ્‍યવસ્‍થા કરી છે, આવા અનેક ઉદાહરણો છે. 

ત્‍યારબાદ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને ભારતના કેન્‍દ્રીય ગળહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા પ્રાસંગિક ઉદ્વોધન કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજે આશીર્વચન પાઠવ્‍યા હતા. મહંત સ્‍વામી મહારાજને પુષ્‍પહારોથી વધાવ્‍યા બાદ ઉત્‍સવની પૂર્ણાહુતિમાં મહાઆરતી કરવામાં આવી હતી.

બાળ-કિશોર-યુવા વળંદ દ્વારા ‘ કાર્યકરાણાં અભિવંદનમ્‌, સમર્પિતાનામ્‌ અભિવંદનમ્‍'  શબ્‍દો દ્વારા નળત્‍યાંજલિ પ્રસ્‍તુત  કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપનમાં ફાયરવર્ક્‍સ અને રિસ્‍ટ બેન્‍ડસ્‌ સાથેની અદભુત પ્રસ્‍તુતિ સાથે ‘કાર્યકર સુવર્ણ મહોત્‍સવની જય' ના જયજયકાર સાથે આ ઐતિહાસિક અવસરના સાક્ષી બની સૌએ ધન્‍યતાનો અનુભવ કર્યો હતો.

(3:43 PM IST)