તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
માસુમ બાળકીના દુષ્કર્મ અને અપહરણનો આરોપી ગણત્રીના કલાકોમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
સીપી નરસિંહમાં કોમારે પડકારરૂપ કામગીરી ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિહ રાઠોડ સાથે ચર્ચા કરી પીઆઇ એચ ડી. તુવરા તથા ટીમના પીએસઆઈ પી.એમ. ધાકડાને સુપ્રત કરતા જ સફળતા ઇલેક્ટ્રિક કામ કરવા બહાર નીકળ્યો અને ફરાર..જેલ સ્ટાફને કરંટ લાગ્યો જેવી હાલત બનેલ

રાજકોટ : પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં સને-૨૦૧૭ માં અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો હેઠળના નોંધાયેલ ગુનામાં આરોપી જશવંતભાઇ ઉર્ફે ભુરીયો કુબેરભાઇ પરમાર રહે.ગામ ખાંટના મુવાડા, તા.ગોધરા જી. પંચમહાલનાને આજીવન કેદની સજા થયેલ હોય આ કેદીને વડોદરા ખાતેની મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે રાખવામાં આવેલ હોય આ કેદીને ગઇકાલ તા.૦૭/૧૨/૨૦૨૪ ના કલાક ૧૨ વાગે વાયરમેનની કામગીરીમાં મદદ માટે વડોદરા મધ્યસ્થ જેલ બહાર કાઢવામાં આવેલ. સદર કેદીને જેલબંધી થતાં પહેલા જેલની અંદર હાજર થવાનુ હોવા છતાં હાજર નહી થયેલ.અને આ કેદીની તપાસ કરતાં મળી આવેલ ન હોય આ કેદી વડોદરા મધ્યસ્થ જેલની કાયદેસરની કસ્ટડીમાંથી નાશી જતા જેથી આ કેદી સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ન.- ૧૧૧૯૬૦૨૬૨૪૦૫૧૯/૨૦૨૪ બી.ઍન.ઍસ. કલમ ૨૬૨ મુજબનો ગુનો નોંધાયેલ.
વડોદરા મધ્યસ્થ જેલની કાયદેસરની કસ્ટડીમાંથી આ નાશી જનાર કેદી ગંભીર ગુનામાં આજીવન કેદની સજા પામેલ કેદી હોય આ કેદીને સત્વરે શોધી કાઢવાની સુચના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા સા ઍચ.ઍ.રાઠોડ સાહેબ. તરફથી મળેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના DCP યુવરાજસિંહ જાડેજા, તથા ACP પાર્ગદર્શન હેઠળ આ કેદી નાશી ગયા અંગેના ગુનાની જાણ થતાંની સાથે જ ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસ અધિ. દ્વારા આ નાશી જઇ ફરાર થયેલ કેદીને શોધી કાઢવાની તપાસ તુર્ત જ હાથ ધરેલ.
ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ઍસ.ડી.રાતડાનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.સબ ઇન્સ. પી.ઍમ.ધાખડા તથા પો. સબ.ઇન્સ.ઍ.જે.રાઠવા તેમજ ટીમે આ ગંભીર ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને વડોદરા મધ્યસ્થ જેલની કાયદેસરની કસ્ટડીમાંથી આ નાશી જનાર કેદીની સીસીટીવી, ટેકનીકલ અને હ્મુમન સોર્સ આધારે સતત તપાસ કરવામાં આવેલ.અને આ તપાસ દરમ્યાન આ નાશી ગયેલ કેદી ખેડા જીલ્લાના ડાકોર, મીનાવાડા, ફાગવેલ ગામ ખાતેના મંદીરોમાં દર્શન અર્થે જનાર હોવાની તેમજ આ કેદીએ હાલમાં પીળા રંગનુ બુશર્ટ અને લીલા કલરનુ પેન્ટ પહેરેલ છે.તેવી માહીતી મળતા જેથી ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા સૌ પ્રથમ ખેડા જીલ્લાના ડાકોર ખાતે જઇ ત્યારબાદ મીનાવાડા ગામ ખાતે જઇ ત્યાં મંદીર પરીસરમાં સતત ખાનગી રાહે વોચ રાખી તપાસ કરતા આ નાશી જનાર ઇસમ મળી આવેલ નહી જેથી ટીમ બપોરના સમયે ફાગવેલ ગામ ખાતે જઇ મંદીર પરીસરમાં સતત ખાનગી રાહે વોચ-તપાસ કરેલ. ટીમ દ્વારા કરવામાં આવેલ તપાસ દરમ્યાન માહીતી મુજબના કપડા પહેરેલ ઍક ઇસમ પસાર થતો જણાતાં અને આ ઇસમ શંકાસ્પદ જણાતા જેથી સદર ઇસમને કોર્ડન કરી ખાત્રી તપાસ કરતાં આ ઇસમ ઉપરોક્ત જેલ કસ્ટડીમાંથી નાશી જનાર અને નાશી જવા અંગેના રાવપુરા પો.સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ આરોપી જશવંતભાઇ ઉર્ફે ભુરીયો કુબેરભાઇ પરમારનો જ હોવાનુ જણાઇ આવતા આ કેદી-આરોપી ઇસમને હસ્તગત કરી આગળની તપાસ અને કાર્યવાહી માટે રાવપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
