<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

રાજ્યના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 25 IPS અધિકારીઓની ટ્રાન્સફર કરાઈ

રાજકોટના નવા એસપી તરીકે હિમકરસિંહ, રાજકોટ રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડની અમદાવાદ એડિશનલ કમિશનર તરીકે બદલી : રાજકુમાર પાંડિયનને ADGPની જવાબદારી:વિધિ ચૌધરીને સ્પેશિયલ કમિશનર અમદાવાદ બનાવાયા

અમદાવાદ :રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર થયા છે. એક સાથે 25 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનની બદલી કાયદો-વ્યવસ્થામાં કરવામાં આવી છે. અનેક જિલ્લાના પોલીસ વડાની બદલી કરવામાં આવી છે.

રાજકોટના નવા એસપી તરીકે હિમકરસિંહ મુકાયા છે જયારે રાજકોટ રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડની અમદાવાદ એડિશનલ કમિશનર તરીકે બદલી કરાઈ છે

ગૃહ વિભાગે કર્યો બદલીનો આદેશ કર્યો છે.  વિધિ ચૌધરીને સ્પેશિયલ કમિશનર અમદાવાદ બનાવાયા છે. રાજકુમાર પાંડિયનને ADGPની જવાબદારી સોંપવામાં આવી છે. 


 

(9:49 PM IST)