<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

ભાજપ દ્વારા સંગઠન પર્વ: 25 ડિસેમ્બર સુધીમાં રાજ્યના તમામ મંડલ અધ્યક્ષની વરણી પૂર્ણ કરાશે :જુઓ વિડીયો

મહાનગરોના નવા સીમાંકન બાદ રાજ્યના તમામ મંડળ અધ્યક્ષની જાહેરાત થશે: અધિકારીઓનો હાલ કાર્યક્રમ સ્થગિત :ઉદયભાઈ કાનગડ

પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી કરી રહી છે, સમગ્ર ગુજરાતમાં સમિતિના ગઠન બાદ મંડળ સમિતિની ગઠન કામગીરી ખુબ સારી રીતે સંપન્ન થઇ છે, આગામી ચાર દિવસ આગેવાનો તમામ મંડળમાં પ્રવાસ કરી બુથ લેવલના કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવાના હતા અને અભિપ્રાય લેવાના હતા,પરંતુ રાજ્યના 1280 મંડલ છે તેમાં રાજ્યના મહાનગરોમાં પણ નવા મંડલ સીમાંકન જેવી બાબતોને કારણે હાલ મંડળ અધ્યક્ષની વરણી માટેના પ્રવાસ કાર્ય સ્થગિત રાખ્યું છે જોકે મહાનગરોની સૂચિ તૈયાર થયે ફરી સમગ્ર રાજ્યમાં મંડલ સમિતિ અધ્યક્ષની વરણી સંપન્ન થઇ જશે તેમ ભાજપ પ્રદેશ મુખ્ય ચૂંટણી અધિકારી અને રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે જાહેરાત કરી છે

 


 

(10:10 PM IST)