<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

મુખ્યમંત્રીના કાર્યાલયમાં નાયબ સચિવની જગ્યા પર કુ,દીપલ હડીયલ અને ઓએસડી તરીકે એચ,પી, પટેલની નિમણુંક કરાઈ

પ્રતિનિયુક્તિના ધોરણે બંને અધિકારીઓની મુખ્યમંત્રીના કાર્યાલય માટે નિમણુંક

ગાંધીનગર :(સચિવાલય સંવર્ગ કેડર સ્કેલ)'ની જગ્યા પર કુ. દિપલ હડીયલ, નાયબ સચિવ, ગુજરાત સચિવાલય સેવા (વર્ગ-૧), સામાન્ય વહીવટ વિભાગની પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક કરવામાં આવે છે.

 મુખ્યમંત્રીના કાર્યાલય માટે ઠરાવથી મંજૂર થયેલ 'ખાસ ફરજ પરના અધિકારી (OSD) (કેડર સ્કેલ)'ની જગ્યા પર એચ. પી. પટેલ, ગુજરાત વહીવટી સેવા (વર્ગ-૧), અધિક નિયામક, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરી, ગાંધીનગરની પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક કરવામાં આવે છે.
 ઉપર્યુંકત અધિકારીની પ્રતિનિયુક્તિની મુદત દરમિયાન તેમના મૂળ વિભાગ/કચેરીનાં સંવર્ગની જગ્યામાં જે પગાર ધોરણમાં જે તબક્કે પગાર અને ભથ્થા મેળવતા હશે તે જ તબક્કે પગાર અને ભથ્થા મેળવશે અને તેમની સેવાવિષયક બાબતોનો વિભાગ/કચેરી આ પૂર્વેની નિમણૂકની કચેરી/વિભાગ રહેશે અને જો તેમાં કોઈ ફેરફાર હશે તો તેમના સંવર્ગ સંચાલક વિભાગ/કચેરી દ્વારા જે નક્કી કરવામાં આવે તે વિભાગ/કચેરી રહેશે.

(10:20 PM IST)