<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

વૈજ્ઞાનિકોને સર્વોચ્ચ સન્માન પ્રદર્શિત કરવા માટે ગુજકોસ્ટ અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા સ્પેશિયલ આઉટરીચ કાર્યક્રમ

પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર્સ ખાતે સ્ટોકહોમથી નોબેલ પ્રાઈઝ એવૉર્ડ સમારોહ 2024નું લાઈવ સ્ટ્રીમિંગ: નવીન વૈજ્ઞાનિકો માટે સંશોધનને પ્રેરણા આપતું એક આદર્શ પ્લેટફોર્મ

અમદાવાદ :નોબેલ પુરસ્કાર એ માનવજાતને સૌથી વધુ લાભ માટે વિશ્વનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. નોબેલ પુરસ્કાર દર્શાવે છે કે કેવી રીતે એક વિચાર વિશ્વને બદલી શકે છે. આ વર્ષે 12 નવા નોબલ લૉરીએટને તેમની સિદ્ધિઓ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા છે જેણે માનવજાતને સૌથી વધુ લાભાન્વિત કરી છે.

GUJCOST એ તેના રીજીયોનલ સાયન્સ સેન્ટર્સ (RSCs) ખાતે નોબેલ પ્રાઈઝ ગેલેરીનું નિર્માણ કરેલ છે. RSC પાટણ ખાતે રસાયણશાસ્ત્ર પર નોબેલ પ્રાઈઝ ગેલેરી, RSC રાજકોટ ખાતે ભૌતિકશાસ્ત્ર પર નોબેલ પ્રાઈઝ ગેલેરી તથા RSC ભાવનગર ખાતે મેડિસિન પર નોબેલ પ્રાઈઝ ગેલેરી તેમજ ભુજ ખાતે ફિલ્ડ્સ મેડલ ગેલેરી આવેલી છે. આ ગેલેરીઓ મુલાકાતીઓને નોબેલ પારિતોષિક વિજેતાની સિદ્ધિઓના નોંધપાત્ર ઈતિહાસ અને માનવતા પર તેમની દૂરગામી અસર સાથે જોડવા માટે બનાવવામાં આવી છે.

પ્રતિષ્ઠિત નોબેલ પારિતોષિક પુરસ્કાર સમારોહની ઉજવણીમાં, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં એક ખાસ આઉટરીચ પ્રોગ્રામની જાહેરાત કરે છે. આ ખાસ આઉટરીચ પ્રોગ્રામ ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ તથા પાટણ, રાજકોટ, ભુજ અને ભાવનગર સ્થિત આવેલ રીજીયોનલ સાયન્સ સેન્ટર્સ (RSCs) ખાતે યોજાશે.

 

આ આઉટરીચ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ, વિજ્ઞાન શિક્ષકો અને સામાન્ય નાગરિકો માટે વિજ્ઞાન અને નવીનતાનો ઉત્સાહ લાવવા માટે યોજાયેલ છે, જે વિજ્ઞાન, ટેકનોલોજી અને માનવતામાં નોબેલ પુરસ્કારના યોગદાન સાથે જોડાવાની અનન્ય તક આપે છે. આ પ્રોગ્રામમાં વિષય નિષ્ણાતો સાથે ઇન્ટરેક્ટિવ સેશન્સનુ આયોજન કરવામાં આવશે, જે નોબેલ પારિતોષની શોધો અને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને મેડિસિન જેવા વિવિધ ક્ષેત્રો પર તેમની પરિવર્તનકારી અસર વિશે વાર્તાલાપ કરશે.

 

વિજ્ઞાનના - મેડિસિન, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રના તમામ નોબેલ પારિતોષિકો એ મૂળભૂત પાત્રતા ધરાવે છે, તેમની સાથે સંકળાયેલું કામ, જે અન્ય નોબેલ પ્રાઈઝ કેટેગરીથી જુદું છે.

આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આર્ટીફિશીયલ ન્યુરલ નેટવર્ક સાથે મશીન લર્નિંગને સક્ષમ કરતી પાયાની શોધો માટે એનાયત કરવામાં આવે છે. રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર કોમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન અને પ્રોટીન સ્ટ્રક્ચરની આગાહી માટે આપવામાં આવ્યો છે. ફિઝિયોલોજી / મેડિસિન નોબેલ પુરસ્કાર એ માઇક્રોRNA ની શોધ અને પોસ્ટ-ટ્રાન્સક્રિપ્શનલ જીન નિયમનમાં તેની ભૂમિકા માટે એનાયત કરવામાં આવ્યું છે.

ગુજકોસ્ટ 10મી ડિસેમ્બર, 2024ના રોજ બપોરે 3:00 વાગ્યાથી ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદના ઓડિટોરિયમ-1 ખાતે નોબેલ પ્રાઈઝ 2024 પર વિશેષ આઉટરીચ કાર્યક્રમમાં તમામને આમંત્રિત કરે છે, જે સંશોધનની પ્રેરણા માટે એક આદર્શ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે.

 

વધુમાં, પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટ ખાતેના 4 રીજીયોનલ સાયન્સ સેન્ટર્સ તેમજ ૩૩ જિલ્લાનાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો ખાતે નોબેલ પ્રાઈઝ 2024 પર વિશેષ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ નિષ્ણાતોને નોબેલ પારિતોષિક વિશે સરળ ભાષામાં સમજાવવા માટે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ સાથે વાર્તાલાપ માટે આમંત્રિત કરવામાં આવશે. ગુજકોસ્ટના તમામ 33 જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રોમાં પણ આ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.

ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે લગભગ 150 રીસર્ચ સ્કૉલર્સ હાજર રહેશે. આની સાથે- સાથે વધુ વિદ્યાર્થીઓ રીજીયોનલ સાયન્સ સેન્ટર્સ ખાતે નોબેલ પ્રાઈઝ એવૉર્ડ સમારોહને લાઈવ નિહાળશે.

GUJCOST એ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં નોબેલ પુસ્તિકા પણ પ્રકાશિત કરી છે, જે આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાના રીસર્ચને સામાન્ય ભાષામાં સમજાવે છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ માટે આકર્ષક બની રહેશે.

નોબેલ પારિતોષિક એ સર આલ્ફ્રેડ નોબેલનો અમુલ્ય વારસો છે, જેણે અન્ય કોઈ વૈજ્ઞાનિક પુરસ્કાર કરતાં વર્તમાન સમયમાં વૈશ્વિક રીતે સર્વશ્રેષ્ઠ પુરસ્કાર તરીકે માન્યતા પ્રાપ્ત છે.

(10:50 PM IST)