તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
પંડિત ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી ફરી અમદાવાદ આવશે :3 થી 5 જાન્યુઆરીએ યોજાઈ શકે દિવ્ય દરબાર
બાબા બાગેશ્વર જાસપુરમાં વિશ્વ ઉમિયાધામનાં મહેમાન બને તેવી ચર્ચાઓએ જોર પકડયું

અમદાવાદ :બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર ગુજરાતમાં આવવાના હોવાની માહિતી સામે આવી છે. આ વખતે જાસપુરમાં વિશ્વ ઉમિયાધામનાં મહેમાન બને તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાન્યુઆરી મહિનામાં અમદાવાદ આવી શકે છે.
અમદાવાદમાં બાગેશ્વર ધામનાં પીઠાધીશ પંડિત ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી જાસપુરમાં વિશ્વ ઉમિયાધામનાં મહેમાન બનશે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અમદાવાદ આવશે. બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાદ 3 થી 5 જાન્યુઆરીએ યોજાઈ શકે છે.
અગાઉ અમદાવાદમાં બે વખત આવી ચૂક્યા છે. આ દરમિયાન હવે ફરી એક વખત બાબા બાગેશ્વર અમદાવાદના મહેમાન બનશે. આગાઉ તેમણે વટવા અને હાથીજણમાં દિવ્ય દરબાર યોજ્યો હતો. અમદાવાદ સાથે વડોદરા, સુરત અને કચ્છમાં દિવ્ય દરબાર હનુમંત કથા યોજી હતી.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
