<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

સાળંગપુર જતાં ૫ મિત્રોને નડયો અકસ્‍માત : ૨ના મોત

આણંદનાં તારાપુર બગોદરા સિક્‍સલેન હાઈવે પર અકસ્‍માત : ત્રણ મિત્રોની હાલત ગંભીર : શ્વાન આડું ઉતરતા કાર ચાલકે ગુમાવ્‍યો કાબુ

આણંદ, તા.૧૦: જૂનાગઢમાં ગત રોજ થયેલ અકસ્‍માતમાં ૭ લોકોએ જીવ ગુમાવવો પડયો હતો. જુનાગઢની ઘટનાને ૨૪ કલાક પણ થયા નથી ત્‍યાં આણંદનાં તારાપુર બગોદરા સિક્‍સલેન હાઈવે પર ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં બે લોકોનાં ઘટનાં સ્‍થળે મોત નિપજ્‍યા હતા. જ્‍યારે ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્‍યું છે.

વડોદરાથી ૫ મિત્રો સાળંગપુર દર્શન કરવા જઈ રહ્‍યા હતા. ત્‍યારે આણંદનાં તારાપુર-બગોદરા હાઈવે પર વરસડા પાસે હાઈવે પર શ્વાન આડું ઉતરતા શ્વાનને બચાવવા જતા કાર ચાલકે સ્‍ટીંયરીંગ પરથી કાબુ ગુમાવ્‍યો હતો. કાર ચાલકે સ્‍ટીંયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં ડિવાઈડર સાથે ભટકાતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં પાંચમાંથી બે મિત્રોનાં ઘટનાં સ્‍થળે જ મોત નિપજ્‍યા હતા. જ્‍યારે ત્રણ મિત્રોને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.

મળતકોના નામ

નાગવાળાનાં પ્રવિણ પંડયા

અટલાદરાનાં જીગ્નેશ વસાવા

ઇજાગ્રસ્‍તોને સારવાર અર્થે ખસેડાયા

અકસ્‍માતની જાણ પોલીસને થતા પોલીસ તાત્‍કાલીક ઘટનાં સ્‍થળે પહોંચી જવા પામી હતી. ત્‍યારે અકસ્‍માતને પગલે હાઈવે પર ટ્રાફિક થતા પોલીસ દ્વારા તાત્‍કાલીક ધોરણે ટ્રાફિક ક્‍લીયર કરી મળતદેહોને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્‍યારે ઈજાગ્રસ્‍તોને સારવાર અર્થે ખસેડાયા હતા.(

(10:29 AM IST)