<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

ભરૂચ કલેકટર તરીકે ચાર્જ સંભાળતા ગૌરવ મકવાણા

રાજકોટના પૂર્વ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર

રાજકોટ તા. ૧૦ :.. ગુજરાતના ઇન્‍ડેક્ષ બી.ના મેનેજીંગ ડીરેકટર પદેથી બદલી પામેલા શ્રી ગૌરાંગ મકવાણાએ ગઇકાલે ભરૂચ જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળી લીધો છે. ભરૂચના કલેકટર શ્રી તુષાર સુમેરાની રાજકોટ મ્‍યુનિસીપલ કમિશનર તરીકે બદલી થઇ છે. શ્રી મકવાણા મૂળ પાટણ જિલ્લાના વતની અને ર૦૧ર ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.

તેઓ ભૂતકાળમાં આણંદમાં સપ્‍લીમેન્‍ટરી મદદનિશ કલેકટર, વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. (મો. ૯૯૭૮૪ ૦૬ર૦પ  ભરૂચ)

(11:20 AM IST)