News of Tuesday, 10th December 2024
મોડીરાત્રે ગાંધીનગર હાઈવે ઉપર વોલ્વો બસમાં આગ ભભૂકી :આખી બસ બળીને ખાખ :તમામ મુસાફરોનો આબાદ બચાવ
ડ્રાઈવરની સમય સુચકતા બધા લોકોને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા :શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

ગાંધીનગર ખાતે કાલે મોડી રાત્રે વોલ્વો બસ આગ ઝપેટામાં આવી ગઈ હતી. ગણતરી કલાકોમાં આખી બસ સળગીને ખાખ થઈ ગઈ હતી. જોકે બસમાં મુસાફરો હાજર હતા. પણ ડ્રાઈવરની સમય સુચકતા બધા લોકોને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. અને કોઈ પણ મોટી જાનહાની થઈ હતી નહી. અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા બસ લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
કાલે મોડી રાત્રે મહેસાણા હાઈવે ઉપર વોલવો બસ ઉપર અચાનક આગ લાગી હતી. જીએસટી ધાનેરા થી અમદાવાદ જઈ રહી હતા. ત્યારે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. ત્યારે બસના ડ્રાઈવર સમય ચુકતા બસમાં બેઠેલા મુસાફરોને તાત્કાલિક બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. અને જોતજોતામાં આખી બસ સળગીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતાની સાથે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. પણ આ આગમાં કોઈ મોડી ઘટના બની હતી નહી. બધા મુસાફરો સહી સલામત છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
