News of Tuesday, 10th December 2024
ડભોઇમાં હિટ એન્ડ રન:તિલકવાડા રોડ ઉપર અજાણ્યા વાહને અડફેટે લેતા સીમંતના પ્રસંગમાં જતા યુવકને કાળ ભરખી ગયો
અજાણ્યો વાહન ચાલક તેની એકટીવાને જોરદાર ટક્કર મારી ઘટના સ્થળેથી અકસ્માત કરી ફરાર

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. હિટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મોત થયું છે. એક્ટિવા લઈ સીમંતના પ્રસંગમાં જઈ રહેલા યુવાનને કાળ ભરખી ગયો હતો. અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તાલુકાના વડજ ગામનો મહંત નિસર્ગ વિપુલભાઈ સાધુ પોતાની એકટીવા લઇ સીમંતના પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન ડભોઇ તિલકવાડા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસે તેને અકસ્માત નડ્યો હતો.
અજાણ્યો વાહન ચાલક તેની એકટીવાને જોરદાર ટક્કર મારી ઘટના સ્થળેથી અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એકટીવા ચાલક યુવાનનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત થયું હતું. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના થડે દોડી આવી હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી ઘટના સ્થળેથી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
