News of Tuesday, 10th December 2024
અમદાવાદમાં નશાનાં રવાડે ચઢેલા વધુ એક યુવકનો ભોગ લેવાતા અરેરાટી
આરોપી જયદીપ સુથારે મૃતક પ્રિન્સ શર્માને ઇન્જેકશન નશો કરવા આપ્યુ હતું

અમદાવાદ તા.૧૦ : ઇસનપુર વિસ્તારમાં નશાના રવાડે ચઢેલા વધુ એક યુવકનો ભૌગ લેવાયો. ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડરે પૈસા કમાવવા યુવા પેઢીને નશાના રવાડે ચઢાવી હોવાનું તપાસમાં ખુલ્યું, કાળા બુરખામાં જોવા મળતો આરોપી જયદીપ સુથાર છે. જેણે પ્રિન્સ શર્મા નામના ૧૮ વર્ષના યુવકને Midazola નામનું ઇન્જેક્શન નશો કરવા માટે આપ્યું હતું. આ ઇન્જેક્શન ના ઓવર ડોઝ થી પ્રિન્સ શર્મા નું મળત્યુ નિપજ્યું છે.
૫ કલાક નશો રહેશે
ઘટનાની વાત કરવામં આવે તો ૬ ડિસેમ્બર ના રોજ મળતક પ્રિન્સ સવારે કોલેજ જવા નીકળ્યો હતો. ત્યારે પ્રિન્સ તેના બે મિત્રો સાથે ગાર્ડનમાં ગયો હતો. આશરે સવારે ૧૦.૩૦ વાગ્યે ઘોડાસર કેનાલ રોડ પર આવેલા ગાર્ડનમાં પ્રિન્સ શર્મા અને તેનો મિત્ર તરુણ ગયા હતા. જ્યાં જયદીપ સુથાર ગાર્ડનમાં હાજર હતો. ત્યારે જયદીપ એ પોતાની બેંગ માંથી દવાની નાની શીશી અને ઇન્જેક્શન કાઢી પ્રિન્સને બતાવ્યું હતું. જે ઇન્જેક્શન લેવાની પ્રિન્સ એ હા પાડી હતી. બાદમાં જયદીપ સુથારે શીશી માંથી ઇન્જેક્શન ભરીને પ્રિન્સના હાથમાં માર્યું હતું. જેમાં પ્રિન્સ બેભાન થઈ ગયો હતો અને મોઢા નથી ફીણ નીકળવા લાગ્યુ હતું. ત્યાર બાદ આરોપી જયદીપ કહ્યું કે પ્રિન્સ ને ૫ કલાક નશો રહેશે તેવું કહીને નીકળી ગયો હતો. પરંતુ પ્રિન્સ ભાનમાં નહિ આવતા ડરી ગયેલા મિત્ર તરુણે અન્ય મિત્ર રાહુલને ફોન કરીને જણાવ્યું હતું. જેમાં રાહુલ એ સમગ્ર ઘટના પ્રિન્સના પરિવારજનો કહેતા સમગ્ર મામલો ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો. અને પ્રિન્સનું દવાનાં ડોસ થી મળત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.
Midazolaળ નામની દવા ના ઇન્જેક્શન
જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મળતક પ્રિન્સ શર્મા મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને અમદાવાદમાં માતા અંજુ શર્મા અને ભાઈ પ્રિયાંશું. એક બહેન સાથે રહેતો હતો. દહેગામ ખાતે આવેલી મોનાર્ક યુનિવર્સિટી બી.કોમ નાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. આરોપી જયદીપ સુથાર છેલ્લા ૧ વર્ષ થી પ્રિન્સ ના સંપર્કમાં આવ્યો હતો. જયદીપ સુથાર હેલ્મેટ ચાર રસ્તા પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડ તરીકે નોકરી કરે છે. જયદીપે હોસ્પિટલમાં દર્દીના ઓપરેશન માં વપરાતા Midazola નામની દવા ના ઇન્જેક્શન મેળવીને નશા કારોબાર ચલાવતો હતો. આરોપી જયદીપએ પ્રિન્સ શર્માને બે થી ત્રણ વખત નશા યુક્ત ઇન્જેક્શન આપ્યું હતું. અને નશાનો બંધાણી બનાવ્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મળતક પ્રિન્સ શર્મા એ આરોપી જયદીપને નાંણાકીય ટ્રાન્જેક્શનની માહિતી મળી આવી છે જે પરિવાર ને જાણ વગર પૈસા આપતો હતો. આ સાથે કમ્પાઉન્ડર જયદીપ એ અન્ય યુવકોને નશાના ઇન્જેક્શન આપ્યા હોવાની પોલીસને આશંકા છે.
ઇસનપુર પોલીસે આરોપી જયદીપ સુથાર એ આ નશાના ઇન્જેક્શન અન્ય કોને કોને આપ્યા છે અને આ હોસ્પિટલ માંથી ઇન્જેક્શન કેવી રીતે મેળવતો હતો. તેમજ તેની સાથે નશા નાં કારોબાર માં અન્ય કોઈ ની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
શું છે મિડાઝોલમ ઈન્જેક્શન?
મિડાઝોલમ ઈન્જેક્શનનો ઉપયોગ શષાક્રિયા અથવા અમુક પ્રક્રિયાઓ પહેલાં ઊંઘ અથવા સુસ્તી પેદા કરવા અને ચિંતા દૂર કરવા માટે થાય છે. જ્યારે શષાક્રિયા પહેલાં મિડાઝોલમનો. ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે દર્દીને પ્રક્રિયા વિશેની કેટલીક વિગતો યાદ રહે નહીં તેના કારણે આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત મિડાઝોલમના ઉપયોગથી હાયપોવેન્ટિલેશન, વાયુમાર્ગ અવરોધ, એપનિયા અને હાયપોટેન્શન સહિત ગંભીર અને જીવલેણ કાર્ડિયોરેસ્પિરેટરી પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ નોંધવામાં આવી છે
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
