News of Tuesday, 10th December 2024
ગુજરાતના ૩૩ માંથી ૨૮ જિલ્લાઓમાં ભૂગર્ભ જળની ગુણવત્તા નબળી
સરકાર અને સામાન્ય લોકો માટે મોટી ચિંતાનો વિષય

અમદાવાદ: ગુજરાતમાં ભૂગર્ભ જળની ઘટી રહેલી ગુણવત્તા સરકાર અને સામાન્ય લોકો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. સમગ્ર ગુજરાતમાં ૩૩ માંથી ૨૮ એટલે કે ૮૫ ટકા જિલ્લાના પાણીમાં ખારાશ જોવા મળી છે. ગુજરાતમાં ઉચ્ચ ખારાશ ધરાવતા હોટસ્પોટસમાં :- અમદાવાદ જિલ્લામાં વિરમગામ,ભાવનગર જિલ્લામાં સિહોર, જામનગર જિલ્લામા જોડીયા, જુનાગઢ જિલ્લામાં માંગરોળ અને સુરેન્દ્રનગર જિલ્લામાં લખતરનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાં ધંધુકા, અમરેલી જિલ્લાના રાજુલા,બાબરા અને બગસરા, આણંદ જિલ્લામાં પેટલાદ, ભાવનગર જિલ્લાના મહુવા અને ઘોઘા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ભાણવડ અને જામનગર જિલ્લાના જોડીયા અને કાલાવડ જેવા વિસ્તારોમાં નાઈટ્રેટનું સ્તર ઊંચું દર્શાવાયું છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
