<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળામાં 1569 રૂપિયા બોલાયો: જાણો અન્ય 50 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 50 માર્કેટ યાર્ડમાં કુલ 7,403.25 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :ગુજરાતની 50 માર્કેટ યાર્ડમાં કુલ 7,403.25 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1569 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1489 રૂ. અને નીચો ભાવ 1200 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય માણાવદરમાં 1530 રૂ., બાબરામાં 1520 રૂ., વડાલીમાં 1508 રૂ., જેતપુરમાં 1501 રૂ., મોરબીમાં 1500 રૂ., ગોંડલમાં 1466 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 7,403.25 ટન કપાસની આવક થઇ છે.

(8:31 PM IST)