<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

અમદાવાદના બોડકદેવમાં બોલેરોમાં દારુની હેરાફેરી કરતા બે બુટલેગર ઝડપાયા

બોલેરો ગાડીમાં છૂપું ખાનું બનાવીને દારૂની હેરાફેરી : કાચની દારૂની બોટલનો અવાજ આવે નહીં તેના માટે બોટલ ઉપર મોજા પહેરાવાતા

અમદાવાદ :અમદાવાદના બોડકદેવમાં દારૂની હેરાફેરી કરતા બે બુટલેગર ઝડપાયા છે. બોલેરો પિકઅસ ગાડીમાં દારૂની હેરાફેરી કરતા હતા. દારૂની બોટલ ઉપર મોજા પહેરાવીને હેરાફેરી કરતા હતા. બોલેરો ગાડીમાં છૂપું ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરાતી હતી. કાચની દારૂની બોટલનો અવાજ આવે નહીં તેના માટે બોટલ ઉપર મોજા પહેરાવવામાં આવતા હતા. બોડકદેવ પોલીસે 3.39 લાખના દારૂની બોટલ સહિત 8 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

(8:34 PM IST)