News of Tuesday, 10th December 2024
BZ પોન્ઝી સ્કીમ કેસમાં પકડાયેલા આરોપી મયૂર દરજીની કોર્ટમાં પોતે પણ છેતરાયો હોવાની રજૂઆત
મયુર દરજીએ કુલ 1 કરોડ 09 લાખનું રોકાણ કરાવ્યું છે એમાંથી 27 લાખ જેટલી રકમ મારા પરિવારની જ છે.

અમદાવાદ : રાજ્યમાં ચકચારી BZ પોન્ઝી સ્કીમ કેસમાં પકડાયેલા આરોપી મયૂર દરજીએ કોર્ટમાં પોતે પણ છેતરાયો હોવાની રજૂઆત કરીને જામીન માગ્યા છે. મયુર દરજીના વકીલે દલીલ કરી હતી કે, અમે એજન્ટો પણ છેતરાયા છીએ.
આરોપી મયુર દરજીની નિયમિત જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન રજૂઆત કરતા કહ્યું કે, મયુર દરજીએ કુલ 1 કરોડ 09 લાખનું રોકાણ કરાવ્યું છે પણ એમાંથી 27 લાખ જેટલી રકમ મારા પરિવારની જ છે. બહેન અને પત્નીના 10-10 લાખ, માતા-પિતા સહિતના પરિવારજનોએ 28 લાખ જેટલી રકમ રોકેલી છે. મારા ખાતામાં જે 15 લાખ જેટલી રકમ આવેલી છે તે એજન્ટ તરીકે મળેલા કમિશનની છે તેમ મયુરના વકીલે જણાવ્યું હતું.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
