News of Tuesday, 10th December 2024
ઘરફોડ ચોરી જેવા ગુનામાં નાસતા ફરતા શખ્સને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા.

(ભરત શાહ દ્વારા )નર્મદા :પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ નાસતા ફરતા આરોપીઓને હ્યુમન સોર્સ અને ટેક્નીકલ| ઇન્ટેલીજન્સથી શોધી કાઢવા પરીણામલક્ષી કામગીરી કરવા કડક સૂચના આપતા આર.જી ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી નર્મદા નાઓએ એલ.સી.બી. ટીમને ખાનગી બાતમીદાર આધારે ચોક્કસ બાતમી મેળવી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુચન કરતા બાતમી મળેક કે ડેડીયાપાડા પો.સ્ટે. ના ગુનામાં નાસતો ફરતો રમેશભાઈ ઉર્ફે લાલજીભાઈ વલ્લભભાઈ સાવલીયા( રહે.૧૦૭-રંગઅવધુત| સોસાયટી પુણાગામ ચોર્યાસી, સુરત) ખાતે હોય તેવી હકીકત મળતા સુરત ખાતે જઈ તેને પકડી પાડી કાયદેસર કાર્યવાહી સારુ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
