<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

દેડીયાપાડા બારોટ શાળાની સગીર વિદ્યાર્થિની સાથે અડપલાના કેસ બાદ પણ શિક્ષણ વિભાગ હજુ નિંદ્રા માં..?

દેડીયાપાડા પીઆઇ પંડ્યાએ બારોટ સ્કૂલના શિક્ષક અને આચાર્યની ધરપકડ કરી સમાજ માં દાખલો બેસાડ્યો પણ શિક્ષણ વિભાગએ હજુ કોઈ જ કાર્યવાહી કરી નથી

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના  ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગત અઠવાડિયે બારોટ શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને તેનાજ વર્ગ શિક્ષક દ્વારા અડપલાં કરવા બાબતે નોંધાયેલ પોક્સો એક્ટ મુજબના ગુનાની ભોગ બનનાર બાલિકાએ શાળાના આચાર્યને આખી બાબતથી વાકેફ કરવા છતાં આચાર્ય દ્વારા સાંજ સુધી આ બાબતે પોલીસને જાણ નથી કરી.કે નથી તેઓએ કોઈ પગલા લીધા ત્યારબાદ બાળકીએ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને લંપટ શિક્ષકની પોલીસે ધરપકડ કરી જેલ ભેગો પણ કર્યો.

   ત્યારબાદ તપાસ અધિકારી પિઆઇ પી.જે પંડ્યાએ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરી, ગંભીરતાને ધ્યાને લઈ સમાજમાં દાખલો બેસાડવા માટે, આ બાબતે સમાધાન માટે પ્રયત્ન કરનાર અર્થશાસ્ત્રના શિક્ષક નિલેશ વસાવા તથા નિષ્કાળજી દાખવનાર બારોટ સ્કૂલના આચાર્ય ગોવિંદભાઈ વસાવાને પોક્સો એક્ટ મુજબ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પરંતુ આ ઘટનાના અઠવાડિયા બાદ પણ શિક્ષણ વિભાગ તરફથી કોઈજ કાર્યવાહી થઈ નથી, કે ભોગ બનનાર બાળકીના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પણ આપવામાં આવી નથી અને ખાસ વાત તો એ કે આ બે શિક્ષકો અને આચાર્ય સામે પણ કોઈ બાબત ના પગલા લેવા આવ્યા હોય તેવું કઈ જાણવા મળ્યું નથી તો શું શિક્ષણ વિભાગને આ ગંભીર ઘટનામા કોઈ રસ નથી કે કોઈ રાજકીય દબાણ હશે.
   જોકે આ માટે અમે જીલ્લા શિક્ષણાધિકારી સાથે ટેલિફોનીક વાત કરતા તેમણે જણાવ્યું કે અમે આ માટે હકીકતલક્ષી અહેવાલ માંગ્યો છે, શાળા મંડળને જાણ કરી કે આ લોકો વિરુદ્ધ તમારા લેવલથી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થાય છે એ ઝડપથી કરી લેવી, જોકે આ આખી કાયદાકીય મેટર થઈ છે માટે શાળા મંડળ હસ્તક્ષેપ નહીં કરે પણ મેં ગઈકાલે જ આચાર્ય સંઘના પ્રમુખોને મિટિંગમાં કહ્યું છે કે તમે પ્રોબ્લેમ જાણો અને ભોગ બનનાર ના વાલી ને મળો

(9:49 PM IST)