<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

વાગડીયા ગામમાં ટાટા પ્રોજેક્ટ લેબર કોલોની માં રહેતા યુવાન લેબરનું ઊંઘ માં મોત થતા શંકા

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાગડીયા ગામમાં આવેલ ટાટા પ્રોજેક્ટની લેબર કોલોનીમાં રહેતા એક મજૂરનું ઊંઘમાં મોત થતાં અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યા છે

   પ્રાપ્ત વિગતો અનુસાર સુભાષ મહેન્દ્રભાઇ મૌર્ય (ઉ.વ.૨૫)( હાલ રહે વાગડીયા, ટાટા પ્રોજેક્ટ લેબર કોલોની, બ્લોક B રૂમ નં ૭ તા.ગરુડેશ્વર જી.નર્મદા મુળ રહે-ભિખરી રામપુર, સુરિયાવા, સંત રવિદાસ નગર, ઉત્તરપ્રદેશ) નામનો લેબર તા. ૦૮/૧૨/૨૦૨૪ના રોજ રાતના જમી પરવારી સુઇ ગયેલ ત્યારબાદ તા.૦૯/૧૨/૨૦૨૪ના સવારના આઠેક વાગ્યા સુધી ઉઠ્યો ન હોય જેથી રમજાન સમીમ મહંમદ નામનો વ્યક્તિ તેને જગાડવા ગયો પરંતુ તે જાગેલ નહિ જેથી કોલોની બ્રધર્સ (મેલ નર્સ) ને બોલાવી ચેક કરતા તેઓને ગરૂડેશ્વર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આમ અચાનક આ મજૂરનું મોત કઈ રીતે થયું એ બાબતે અનેક શંકા કુશંકા સેવાઇ છે પરંતુ હાલ સલામતી પોસ્ટે માં અકસ્માત મોત દાખલ કરી હોય પીએમ બાદ સાચી બાબત જાણી શકાશે.

(9:50 PM IST)