તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 10th December 2024
બોલો...આ મોબાઈલ યુગમાં સગીરા પર પાડોશી સગીરએ કર્યો બળાત્કાર
તિલકવાડા તાલુકામાં સગીરા પર વારંવાર બદકામ કરી બાળકને જન્મ અપાવનાર સગીર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા )નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામની સગીર બાળકી પર વારંવાર બળાત્કાર કરતા આ બાળકીએ બાળકને જન્મ આપતા બદકામ કરનાર સગીર વયના બાળક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે
પ્રાપ્ત વિગતો અનુસાર તિલકવાડા તાલુકાના એક ગામની બાપ વિનાની સગીર બાળકી ને લગભગ એની જ ઉંમરના સગીર બાળકે પ્રેમજાળમા ફસાવી લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવાર નવાર શારીરિક સબંધો બાધી, ગર્ભવતી બનાવી ગર્ભવતી હોવા છતા તેના ઉપર બળાત્કાર કરી બાળકને જન્મ અપાવીને ગુન્હો આચરતા તિલકવાડા પોલીસે આ લબરમુછીયા બાળક વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.
હાલના સ્માર્ટફોનના યુગમાં નાનકડા બાળકો પણ ઇન્ટરનેટ દ્વારા અનેક સાઇડૉ જોતા હોય છે જેમાં કેટલાક તો બીભત્ય વિડિઓ જોઈ બગડતા હોય તેમના વાલીઓ પણ આ માટે કોઈજ જાણકારી રાખતા નથી અને કેટલાક કિસ્સામાં તો વાલીઓને સ્માર્ટ ફોનમાં કોઈ સમજ પણ પડતી નથી માટે અનેક ઘટના બનતી હોય છે ત્યારે ફક્ત પોલીસ નહી બલ્કે વાલીઓ એ પણ શાળામાં ભણતા બાળકો પર ખાસ નજર અને તકેદારી રાખવી જરૂરી બને છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
