News of Tuesday, 10th December 2024
સુરતના ડિંડોલીના વધુ એક ભાજપના સક્રિય કાર્યકરનું કારનામુ :રિવોલ્વર લઇને ડાન્સર સાથે ઠુમકા લગાવ્યા
ડીંડોલીમાં ઉમેશ તિવારી બાદ વધુ એક નેતાનો વીડિયો વાયરલ થતા સુજીત ઉપાધ્યાયના વીડિયો મામલે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે મોટો સવાલ સર્જાયો

સુરતમાં ડિંડોલી લગ્નમાં ફાયરિંગ મામલો સામે આવ્યો હતો. જેમાં ફાયરિંગ કરનાર આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઉમેશ તિવારી પાસે લાયસન્સ વાળી રિવોલ્વર છે. ત્યારે પોલીસે હાલ વિવિધ કલમો હેઠળ અને આમર્સ એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો છે. ત્યારે વધુ એક આવી ઘટના સુરતના ડિંડોલીમાંથી જ સામે આવી છે. જેમાં ભાજપના સક્રિય કાર્યકર હાથમાં રિવોલ્વર સાથે ડાન્સ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં ભાજપ નેતાનો રિવોલ્વર સાથે ડાન્સની વીડિયો વાયરલ થયો છે. જેમાં ડીંડોલીના ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાયનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં કાર્યકરના હાથમાં રિવોલ્વર છે જેને લઇને ડાન્સર સાથે ડાન્સ કરી રહેલા જોવા મળ્યા છે. જોકે આ વીડિયો ક્યાંનો છે એ સ્પષ્ટ થતું નથી.
ડીંડોલીમાં ઉમેશ તિવારી બાદ વધુ એક નેતાનો વીડિયો વાયરલ થતા સુજીત ઉપાધ્યાયના વીડિયો મામલે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે મોટો સવાલ સર્જાયો હતો. ઉલ્લેખનિય છેકે ગઈકાલે ઉમેશ તિવારીનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. ત્યારે આ કાર્યકરનું શું થશે તે જોવું રહ્યું.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
