News of Tuesday, 10th December 2024
'પુષ્પા 2'માંથી શેખાવત શબ્દ હટાવવાની માંગણી: ફિલ્મના મેકર્સને ઘરમાં ઘૂસીને જવાબ આપવા કરણી સેનાનો હુંકાર
ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું-વર્ષોથી રાજકીય ક્ષેત્રે ક્ષત્રીય સમાજની ઘોર ઉપેક્ષા થાય છે.

અમદાવાદ :આગામી 22 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે ગુજરાતના તમામ ક્ષત્રિયોને એક મંચ પર લાવવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં ક્ષત્રિય સમાજ સાથે જે પણ ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે, તે ઉપેક્ષા અને પ્રહારોનું ભવિષ્યમાં પુનરાવર્તન ના થાય, તેને સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના તમામ ક્ષત્રિયો એક મંચ પર આવી રહ્યા છે અને મંથન કરીને જેટલી પણ ઉપેક્ષાઓ થઇ છે તેને રોકવાનું કાર્ય કરવા જઈ રહ્યા છે.
આ અંગે વિગતો આપતા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું કે, વર્ષોથી રાજકીય ક્ષેત્રે ક્ષત્રીય સમાજની ઘોર ઉપેક્ષા થાય છે. આટલું જ નહીં, ભાજપના વરિષ્ઠ મંત્રી દ્વારા ક્ષત્રાણીઓ વિષે નિંદનીય ટીપ્પણી કરવામાં આવી હતી, એ પછી સમાજે તેમની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, પરંતુ ટિકિટ રદ કરવામાં આવી નહતી.
જે બાદ જયારે અમે લોકો મેદાને ઉતર્યા, તો અમારી જે પાઘડી છે તેનું અપમાન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે જયારે અમે ક્ષત્રીય મહાસંમલેનની યાત્રા પર નીકળ્યા, ત્યારે અમારી કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. એટલે ગુજરાતની ભાજપ સરકાર ક્ષત્રિયો પર પ્રહારો ઉપર પ્રહારો કરી રહી છે. એ પ્રહારોને રોકવા માટે અમે આ સંમેલનનું આયોજન કર્યું છે. ભવિષ્યમાં આ પ્રહારોને રોકવાનું અમારું એ દાયિત્વ છે અને તે માટે આ સંમલેનનું આયોજન કરવામાં આવ્યું છે
આ મહાસંમેલનમાં ગરાસદાર, કાઠી, કારડીયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે લાખોની સંખ્યામાં એ દિવસે ક્ષત્રિયો ઉપસ્થિત થવાના છે . આજે હું સુરતની યાત્રા પર છું આમંત્રણ આપવા ચોખા કંકુ લઈને આવ્યો છું અને આખા ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં અને ગામડે ગામડે આમંત્રિત કરવા આવ્યો છું એટલે ગુજરાતના તમામ ક્ષત્રિયો એ મંચ પર આવવાના છે
'પુષ્પા' જે ફિલ્મ આવી છે, તેમાં ભવરસિંહ શેખાવતનું જે પાત્ર છે, તેમાં શેખાવત શબ્દનું સતત અપમાન કરવામાં આવ્યું છે એને અભદ્રતાથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે. પુષ્પા ફિલ્મના નિર્દેશક,નિર્માતા છે, તેઓને કરણી સેના ઘરમાં ઘૂસીને જવાબ આપવા તૈયાર છે.
હું તમામ કરણી સેનાને કહેવા માંગુ છું કે, જ્યાં નિર્માતા નિર્દેશક દેખાય તેઓની ત્યાં ઠુકાઈ કરવાની છે, કારણ કે બહુ થયું. વર્ષોથી ક્ષત્રિય સમાજનું અપમાન વિચારોની અભિવ્યક્તિના નામે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વાળા કરતા આવ્યા છે, હવે આ અપમાન સહન નહી કરીએ. અમે આ ફિલ્મનો વિરોધ નથી કરતા, પરંતુ ફિલ્મમાં જે ક્ષત્રિયોની શેખાવત જાતિનું જે અપમાન કરવામાં આવ્યું છે, તે અપમાન બંધ કરવામાં આવે. જો આ શબ્દ ફિલ્મમાંથી કાઢવામાં નહી આવે તો કરણી સેના દરેક મોરચે કાર્ય કરવા માટે તૈયાર છે. અગાઉ 'પદમાવત' વખતે પણ અમે આવો વિરોધ કરી જ ચૂક્યા છીએ.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
