News of Wednesday, 11th December 2024
સુરતના ચોર્યાસી પાસે ટાયર ફાટતાં શેરડી ભરેલી ટ્રક પલટી મારી ગઈ :ટ્રક ચાલકનો આબાદ બચાવ
અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર કામરેજના ચોર્યાસી ગામ પાસે ટ્રકનું ટાયર ફાટતા તે પલટી મારી ગયો

સુરત જિલ્લામાં ચોર્યાસી ગામ પાસે ટાયર ફાટતાં શેરડી ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી. સદનસીબે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. જયારે ટ્રક ઊભી કરવાની તેમજ ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરવામાં આવી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હાલ સુરત જિલ્લામાં પૂરજોશમાં શેરડીનું કટિંગ ચાલી રહ્યું છે. એવામાં શેરડી ભરેલો એક ટ્રક ચલથાણ સુગર તરફ જઈ રહ્યો હતો, ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર કામરેજના ચોર્યાસી ગામ પાસે ટ્રકનું ટાયર ફાટતા તે પલટી મારી ગયો હતો. ટ્રક પલટી જતા ટ્રકમાં રહેલી શેરડી રોડ પર પથરાઈ હતી. આ ઘટનાને લઈને ત્યાં થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો
આ ઘટનાને પગલે સુરત જિલ્લા NHAI ને જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ક્રેન અને જેસીબીની મદદથી ટ્રક ઊભી કરવાની તેમજ શેરડી હાઇવેથી સાઈડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
