News of Wednesday, 11th December 2024
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ
ગુજરાતમાં અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બુલેટ ગતીએ આગળ વધી રહ્યું છેઃ પ્રોજેક્ટ માટેના પાટાઓ જાપાનથી ખરીદવામાં આવે છે, જેની લંબાઈ ૨૫ મીટર છે

નવી દિલ્હી, તા.૧૧: ગુજરાતમાં અમદાવાદ- મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બુલેટ ગતીએ આગળ વધી રહયું છે. ત્યારે ગુજરાતમાં વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત ભાગ માટે ટ્રેક નિર્માણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટેના પાટાઓ જાપાનથી ખરીદવામાં આવે છે, જેની લંબાઈ ૨૫ મીટર છે. આ પાટાને અત્યાધુનિક ફયુઝન વેલ્ડિંગ મશીનો દ્વારા MAHSR વાયડક્ટ પર એકસાથે વેલ્ડિંગ કરવામાં આવે છે, જેથી ૨૦૦ મીટર લાંબા પાટાની પેનલ્સ બનાવી શકાય. અત્યારસુધીમાં આવા ૨૯૮ પાટાની પેનલ્સ એટલે કે લગભગ ૬૦ કિમી પાટા વેલ્ડિંગ કરવામાં આવ્યા છે.
પાટા વેલ્ડિંગ કરતાં પહેલાં પાટાના છેડાને ગ્રાઇન્ડ કરવામાં આવે છે અને સપાટી તૈયાર કરવામાં આવે છે, જે પાટાના નિર્ણાયક જોડાણ માટે એક મજબૂત સપાટીની ખાતરી આપે છે. એક વખત પાટા સંપૂર્ણપણે ગોઠવાઈ જાય પછી એ ફ્લેશ બટ વેલ્ડિંગ તકનીકનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડવામાં આવે છે. ખામીની તપાસ માટે ચુંબકીય કણો અને અલ્ટ્રાસોનિક પરીક્ષણનો ઉપયોગ કરીને વેલ્ડનું નિરીક્ષણ કરવામાં આવે છે અને જો વેલ્ડમાં કોઈ ખામી જોવા મળે તો એને નવા વેલ્ડ દ્વારા બદલવામાં આવે છે. કઠોર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ૨૦૦ મીટર લાંબા પાટાની પેનલ્સને પ્રમાણભૂત માપન સાથે કામચલાઉ ટ્રેક પાથરવા માટે ખાસ રેલ ફીડર કાર દ્વારા સ્પ્રેડર બનાવવામાં આવે છે, જેથી સ્લેબ લેઇંગ કાર, સીએએમ ઇન્જેક્શન કાર વગેરે જેવી અત્યાધુનિક હાઈ એન્ડ મશીનરીની અવરજવર સરળ બની શકે. પાછળથી આ પાટાને અંતિમ ટ્રેક માટે રેલવે ફાસ્ટનર્સ દ્વારા ટ્રેક સ્લેબ પર ગોઠવવામાં આવે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે બે અને વડોદરા અને આણંદ વચ્ચે બે ટ્રેકના બાંધકામના ચાર બેઝ હાલ કાર્યરત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં આણંદ, વડોદરા, સુરત અને નવસારી જિલ્લામાં અનેક સ્થળે આરસી ટ્રેક પાથરીનું બાંધકામ શરૂ થયું છે અને આશરે ૬૪ ટ્રેક કિમી આરસી ટ્રેકનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. સુરતના કીમ અને આણંદમાં સ્થાપિત સમર્પિત ટ્રેક સ્લેબ ઉત્પાદન સુવિધાઓમાં ટ્રેક સ્લેબને અલગથી કાસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ફેક્ટરીઓ ટ્રેક નિર્માણ માટે ચોક્કસ સ્લેબ તૈયાર કરવા માટે સૌથી અત્યાધુનિક તકનીક અને માળખાગત સુવિધાઓથી સજજ છે. અત્યારસુધીમાં ૨૩,૦૦૦થી વધુ સ્લેબ કાસ્ટ કરવામાં આવ્યા છે, ૧૧૮ ટ્રેક કિમીની સમકક્ષ છે. શિંકનસેન ટ્રેક નિર્માણ કાર્યોની કાર્યપદ્ધતિને સમજવા માટે ઇજનેરો, કાર્ય અગ્રણીઓ અને તકનીકવિદ માટે વિવિધ પ્રવળત્તિઓ પર વિસ્તળત તાલીમ અને પ્રમાણપત્ર (ટીએન્ડસી) અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આશરે ૧,૦૦૦ ઇજનેર સંબંધિત ક્ષેત્રોમાં જાપાની નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ટ્રેક સ્થાપન અને જાળવણી માટે વિશ્વકક્ષાની કુશળતા મેળવશે.(
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
