<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

ર૦૧૭ પછીના ભરતીવાળા પ્રા.શિક્ષકોને અરજીનો મોકોજ નહિં, પસંદગીનો હક્ક કયારે મળશે ?

રાજયમાં પ્રાથમિક શિક્ષકોની ઓનલાઇન બદલી કેમ્‍પમાં અન્‍યાયની રાવ

રાજકોટ, તા. ૧૧: રાજયના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં પ્રાથમિક શિક્ષકો માટે ઓનલાઇન બદલી કેમ્‍પો યોજાય રહયા છે. જેમાં શિક્ષકોને અન્‍યાય થઇ રહયાની રાવ આવી રહેલી છે. આ બાબતે શિક્ષક સંઘો, સરકાર શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆતો થનાર છે તેવું જણાવઇ રહયું છે.

આ બાબતે શિક્ષકોનું કહેવુ છે કે, તાજેતરમાં જિલ્લાફેર ઓફ લાઇન બદલી કેમ્‍પમાં (જે જિલ્લા ઓફ લાઇન વેઇટીંગ લીસ્‍ટ પુર્ણ થઇ ગયા છે. એ જિલ્લા) ર૦૧પ સુધીના ભરતીના શિક્ષકોને સ્‍થળ પસંદગી માટે બોલાવવામાં આવ્‍યા હતા. અને વઇટીંગ લીસ્‍ટ પુરા થઇ ગયા હતા. તો પછી ઓન લાઇન બદલી કેમ્‍પમાં ૧૯૮૮ ની ભરતી (ર૦૧પ) પહેલાની ભરતીના શિક્ષકોના ફરીથી સિનિયોરીટીમાં સૌથી આગળ નામો આવેલા છે. આ કેવી રીતે શકય બને ? એકવાર વર્ષમાં અસંમતિ દર્શાવ્‍યા હોવા છતા બે બે વાર અરજી કરીને સિનિયોરીટીમાં આગળને આગળ લાભ કેવી રીતે મળી શકે?

શું આ ઓન લાઇન કેમ્‍પમાં પણ અસંમત થયેલા સિનિયર શિક્ષકો જનરલ ઓન લાઇન કેમ્‍પમાં ફોર્મ ભરીને એકજ વર્ષમાં ત્રીજીવાર પણ સિનિયોરીટીનો લાભ ઉઠાવશે ? જો આમજ થતુ રહે તો ર૦૧૭ પછીના શિક્ષકોને અરજી કરવાનો મોકોજ મળ્‍યો નથી. તેમને  સ્‍થળ પસંદગીનો હકક કયારે મળશે ? શું આ શિક્ષકોનો આવા દરેક કેમ્‍પમાં અસંમત દર્શાવતા સિનિયર શિક્ષકો તરફથી કાયમ અન્‍યાયનો ભોગજ બનતા રહેવાનું ? આ તે કયાનો ન્‍યાય ? આ અંગે પણ ચોક્કસ નિયમો બનાવવા જરૂરી છે. જે શિક્ષણના ઉચ્‍ચ અધિકારીઓ, શિક્ષણ મંત્રીએ ધ્‍યાનમાં લેવુ જરૂરી છે. જેથી ર૦૧૭ પછીની ભરતીવાળા શિક્ષકોને ખરા અર્થમાં ન્‍યાય મળી શકે

(3:27 PM IST)