<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

પિયરીયુઃ સુરતમાં સવાણી ગ્રુપ દ્વારા પિતા વિહોણી ૧૧૧ દિકરીઓના લગ્ન-નિકાહ

સુખમાં તો બધાનો સાથ મળશે... દુઃખમાં તો મારી દિકરી જ કાફી છે... : ૧૪ અને ૧પ ડિસેમ્‍બરે પ્રેરણાસ્ત્રોત વલ્લભભાઇ પી. સવાણીના આર્શિવાદથી મહેશભાઇ સવાણી, રાજુભાઇ સવાણી, રમેશભાઇ સવાણીની આગેવાનીમાં જાજરમાન સમુહ લગ્નોત્‍સવ : પૂ. મોરારીબાપુ, પૂ. ગીરીબાપુ, પૂ. નૌતમ સ્‍વામી, પૂ. મુર્તિમાનદાસ બાપુ, પૂ. સંતશ્રી સ્‍વામી, પૂ. મોગલકુળ ચારણરૂષિ, પૂ. શેરનાથબાપુ, પૂ. ઇન્‍દ્રભારતીબાપુ, પૂ. હરિપ્રસાદ સ્‍વામી સહિતના સંતો ઉપસ્‍થિત રહેશે : ભુપેન્‍દ્રભાઇ પટેલ, સી. આર. પાટીલ, હર્ષ સંઘવી, કનુભાઇ દેસાઇ, રૂષિકેશભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા સહિતના ઉપસ્‍થિત રહેશે

રાજકોટ તા.૧૧: સુરતના આંગણે પી.પી. સવાણી ગ્રુપના પ્રેરણાસ્ત્રોત વલ્લભભાઇ પી. સવાણી (બાપુજી)ના આર્શિવાદથી મહેશભાઇ વી. સવાણી, રાજુભાઇ વી. સવાણી, રમેશભાઇ  વી. સવાણી અને સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૪ અને તા.૧૫ ડિસેમ્‍બરના રોજ પી.પી. સવાણી, ચૈતન્‍ય વિદ્યા સંકુલ સ્‍કુલ કેમ્‍પસ, મોટા વરાછા- અબ્રામા રોડ, અબ્રામા ખાતે ૧૧૧ પિતા વિહોણી દિકરીઓના સમુહલગ્ન અને નિકાહનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

સુખમાં તો બધાનો સાથ મળશે....દુઃખમાં તો મારી દિકરી જ કાફી છે...

છેલ્લા ૧૬ વર્ષથી કોઇપણ નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના દિકરીઓનું કન્‍યાદાન કરીને પાલક પિતાની સંપૂર્ણ ભૂમિકા મહેશભાઇ સવાણી અને સવાણી ગ્રુપ દ્વારા અદા કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત આ વર્ષે પણ આવા પુણ્‍યકાર્યની કલગીમાં ‘‘પિયરીયુ''ના શિર્ષક હેઠળ પી.પી. સવાણી ગ્રુપ દ્વારા પિતાની છતછાયા ગુમાવનાર ૧૧૧ દિકરીઓને ‘‘પિયરનું પુષ્‍પ'' ગણીને તેની આરાધના સાથે તા.૧૪ અને તા.૧૫ ડિસેમ્‍બરના રોજ બે દિવસીય કન્‍યાદાનનો મહાપર્વ ઉજવવામાં આવશે. આ પ્રસંગે મુસ્‍લિમ ધર્મની દિકરીઓના નિકાહ વિધીથી અને હિન્‍દુ ધર્મની તમામ જ્ઞાતિની દિકરીઓ પોત પોતાના રીત રસમો સાથે લગ્નજીવનના પવિત્ર બંધનથી જોડાશે.

આ તકે પુ.મોરારીબાપુ, પુ.ગીરીબાપુ, પુ.નોૈતમસ્‍વામી, પુ.મૂર્તિમાનદાસ પ્રભુ, પુ.સતશ્રી સ્‍વામી, પુ.મોગલકુળ ચારણરૂષિ કબરાઉ-કચ્‍છ, પુ.અમરગીરીબાપુ, પુ.રાજેન્‍દ્રદાસબાપુ, પુ.બલદેવબાપુ, પુ.ભરતબાપુ, પુ.સેવાદાસબાપુ, પુ.શેરનાથબાપુ, પુ.ઇન્‍દ્રભારતીબાપુ, પુ.હરીપ્રસાદ સ્‍વામી, પુ.મુકતાનંદ સ્‍વામી, પુ.પી.પી. સ્‍વામી, પુ.માર્ગીય વિામી, પુ.રામબાપુ, પુ.વિજયબાપુ, પુ.મુળદાસ બાપુ, પુ.દિપાલીદીદી, પૂ.કંચનમા(મઢડા- શ્રી સોનલધામ) પુ.દેવલમા, ઇન્‍દીરાબેન સોની, પૂ. ભકિતરામ સ્‍વામી પૂ. લવજી બાપુ પૂ. મિલનબાપુ પૂ. ભગવાનભગત સહિતના સંતો આર્શિવચન પાઠવશે.

આ ઉપરાંત મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય મંત્રી સી.આર.પાટીલ, રાજય મંત્રીઓ કુબેરભાઇ ડીંડોર, કનુભાઇ દેસાઇ, રૂષિકેશભાઇ પટેલ, કુંવરજી ભાઇ બાવળીયા ભાનુબેન બાબરીયા, હર્ષ સંઘવી, મુકેશભાઇ પટેલ, પ્રફુલભાઇ પાનશેરીયા, મુકેશભાઇ દલાલ, પ્રભુભાઇ વસાવા, ગોવિંદભાઇ ધોળકીયા, દક્ષેશભાઇ માવાણી, નિરંજનભાઇ ઝાંઝમેરા, ઉપસ્‍થિત રહેશે.

શુભ પ્રસંગોમાં તા. ૧૪ અને તા. ૧૫ ના સવારે ૯ વાગ્‍યે દુલ્‍હન શણગાર, સાંજે ૫ વાગ્‍યે જાન આગમન સાંજે ૫:૩૦ વાગ્‍યે નિકાલ, ૬ વાગ્‍યે બુક વિમોચન, ૬:૩૫ વાગ્‍યે અંગદાન સોંગદવિધી, ૬:૪૫ વાગ્‍યે ગીત રિલિઝ, ૭ વાગ્‍યે દિકરી પૂજન સાંજે ૮ વાગ્‍યે સંધ્‍યા ભોજન, રાત્રે ૮:૩૦ વાગ્‍યે હસ્‍તમેળાપ અને રાત્રીના ૧૦ વાગ્‍યે કન્‍યા વિદાય થશે. સોૈને ઉપસ્‍થિત રહેવા વલ્લભભાઇ પી સવાણી, મહેશભાઇ વી. સવાણી , રાજુભાઇ વી. સવાણી, રમેશભાઇ વી. સવાણી તથા સવાણી પરિવારે આમંત્રણ પાઠવ્‍યું છે.

મહેંદી રસમમાં મહિલા ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે

રાજકોટ, તા.૧૧: પી.પી. સવાણી ગૃપ દ્વારા આયોજીત સમુહ લગ્નમાં તા.૧૨ ને ગુરૂવારે સવારે ૯ વાગ્‍યે મહેંદી રસમ યોજાશે. જેમાં આએએસ શાલીનીબેન અગ્રવાલ, શિવાનીબેન ગોયલ, આઈપીએસ હેતલબેન પટેલ, અસ્‍મિતાબેન વાજાણી, ભકિતબેન ઠાકર, સંધ્‍યાસિંહ ગેહલોત, રાગીનાબેન પારધી, ખુશીબેન પટેલ, અવનીબેન ઢોલરીયા, ધન્‍વી પારેખ, ચંદ્રીકા સોલંકી, રીંકુ બારોટ, ભકિત પટેલ, કાવ્‍યા પટેલ, અસ્‍મિતા કોટડીયા, ચાંદની પટેલ, દિશા વિઠલાણી સહિતના ઉપસ્‍થિત રહેશે. (રર.૯)

સવાણી પરિવારના દિકરાઓ જવતલ હોમશે

રાજકોટ, તા.૧રઃ સવાણી પરિવાર આયોજીત આ સમુહ લગ્નોત્‍સવમાં સવાણી પરિવારના લાડકવાયા દિકરાઓ મિતુલ સવાણી, મોહિત સવાણી, સ્‍નેહ સવાણી, કુંજ સવાણી, મોનાર્ક સવાણી કે જેઓ દિકરીઓના ભાઈઓ નથી તેમને પોતાની સગી બહેનથી વિશેષ સમજીને જવતલ હોમશે.

(3:29 PM IST)