તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 11th December 2024
રાધનપુરમાં રિટાયર્ડ જેલરના ઘરમાં ફાયરિંગ અને તોડફોડ કરી ૬ શખ્સો રફુચક્કર

રાધનપુર, તા.૧૧: રાજ્યમાં અસમાજીક તત્વોનો કાયદાનો કોઈ ડર રહ્યો નથી તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. લૂંટ, હત્યા, ફાયરિંગ અને દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવીજ એક ઘટના રાધનપુરમાં થઈ હતી. રાધનપુરમાં જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. રાધનપુરની રામદેવ ટાઉનશિપમાં ફાયરિંગની ઘટના બની હતી.
રિટાર્યડ જેલર કરશનભાઈ એલ રબારીના ઘરે આ ઘટના બની હતી. મળતા અહેવાલ પ્રમાણે ૬થી વધુ શખ્સો અચાનક રાત્રિ દરમ્યાન ધસી આવ્યા હતા અને જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
રિટાયર્ડ જેલરના ઘરની બારીઓના કાચ તોડ્યા અને કારમાં પણ તોડફોડ કર્યું હતું. ફાયરિંગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી, તો બીજી તરફ સોસાયટીમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે આ શખ્સો ફાયરિંગ અને તોડફોડ કરીને રફુચક્કર થઈ ગયા હતા.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
