News of Wednesday, 11th December 2024
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે સદભાવના વળદ્ધાશ્રમની મુલાકાતે

રાજકોટ તા. ૧૧: ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. ૧૩, શુક્રવારે પીપળીયા ભવન, સદભાવના વળદ્ધાશ્રમની મુલાકાતે આવી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વડીલો સાથે સીધો સંપર્ક કરી તેમની સમસ્યાઓ અને આવશ્યકતાઓને સાંભળશે. મુખ્યમંત્રીના આગમનથી વળદ્ધાશ્રમમાં રહેલા વડીલોમાં અત્યંત ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સદભાવના વળધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વળધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વળધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વળધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વળધ્ધ વ્યક્તિઓ પાસેથી કોઈપણ કો. ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે.
ગુજરાતનાં સૌથી મોટા આ વળધ્ધાશ્રમમાં હાલ ૬૫૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીેના ટાઢક લઈ રહ્યાં છે. તેમાંથી ૨૦૦ વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે.
સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા ૩૦ એકર જગ્યામાં, ૫૦૦૦ નિઃસંતાન, નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું ૧૪૦૦ રૂમ યુક્ત નવું પરિસર ૩૦૦ કરોડના માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વળદ્ધાશ્રમના વડીલો અને તેની વળક્ષારોપણની પ્રવળત્તિનાં લાભાર્થે આ વૈશ્વિક રામકથા યોજાઈ હતી. રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વળક્ષોના મહત્વ અંગેની પણ વાત કરવામાં આવી રહી છે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થયું છે. તે સદભાવના વળધ્ધાશ્રમની સેવા-સુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને સમગ્ર ભારતમાં ૧૫૧ કરોડ વળક્ષો વાવીને તેનો ૪ વર્ષ સુધી ઉછેટ કરવાની પ્રવળત્તિના વિકાસ માટે, સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે વાપરવામાં આવશે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
