<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

સુરતના કાપોદ્રાના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ પકડાયો

આ શખ્સ અગાઉ વર્ષ 2008માં પણ ઝડપાઇ ચૂક્યો છે. પોલીસે ક્લિનિક પર જઇ વધુ તપાસ હાથ ધરી.

સુરત: શહેરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. કાપોદ્રાના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ પકડાયો છે. એ.કે. સિંહ નામના બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે.  સુરત આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. શખ્સ પાસે કોઇ પણ પ્રકારનું MBBS સર્ટીફિકેટ નથી.  તબીબની કોઇ પણ પ્રકારની ડિગ્રી નહીં હોવાનો સ્વીકાર તેણે કર્યો છે.  આ શખ્સ અગાઉ વર્ષ 2008માં પણ ઝડપાઇ ચૂક્યો છે. પોલીસે ક્લિનિક પર જઇ વધુ તપાસ હાથ ધરી.છે

 


 

(6:57 PM IST)