News of Wednesday, 11th December 2024
ડુમસ બીચને દક્ષિણ ગુજરાતનું પર્યટન સ્થળ બનાવાશે : દરિયા કિનારે 1.5 કરોડના ખર્ચે 4 હેક્ટરમાં નગરવન બનશે.
દરિયા કિનારે 20 હજાર જેટલા વૃક્ષો અને અમેરિકા-આફ્રિકન પક્ષીઓનો કળકળાટ જોવા મળશે.

સુરતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ડુમસ બીચને દક્ષિણ ગુજરાતનું પર્યટન સ્થળ બનાવાશે. ડુમસ દરિયા કિનારે 1.5 કરોડના ખર્ચે ગુજરાતનું નગરવન બનશે. નગરવન 2 મહિના પછી ખુલ્લું મૂકાશે. દરિયા કિનારે 20 હજાર જેટલા વૃક્ષો જોવા મળશે. અમેરિકા-આફ્રિકન પક્ષીઓનો કળકળાટ જોવા મળશે. વન વિભાગ દ્વારા 4 હેક્ટરમાં નગરવન ઉભું કરાશે. પ્રોજેક્ટનો મુખ્ય લક્ષ્ય ઇકો ટુરિઝ્મ માટે પ્રોત્સાહન આપવાનો છે. આદિવાસી સમુદાયને પણ રોજગારનો અવસર મળશે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
