News of Wednesday, 11th December 2024
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5200 રૂપિયા બોલાયો: જાણો અન્ય 21 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો?
ગુજરાતની 21 માર્કેટિંગ યાર્ડમાં કુલ 867.85 ટન જીરાની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ;ગુજરાતની 21 માર્કેટિંગ યાર્ડમાં કુલ 867.85 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5200 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4000 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4711 રૂ., થરાદમાં 4641 રૂ., વાવમાં 4640 રૂ., જામનગરમાં 4625 રૂ., રાજકોટમાં 4610 રુ., જસદણમાં 4570 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 867.85 ટન આવક થઇ છે.


(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
